Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારતની રાજધાની દિલ્હી 3 દિવસ રહેશે બંધ, VIP મુવમેન્ટના કારણે અનેક રૂટ...

ભારતની રાજધાની દિલ્હી 3 દિવસ રહેશે બંધ, VIP મુવમેન્ટના કારણે અનેક રૂટ પર પ્રતિબંધ

23
0

(GNS),22

દિલ્હીમાં યોજાનારી G20 કોન્ફરન્સ પહેલા સુરક્ષાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દુનિયાના 20 સૌથી શક્તિશાળી દેશોના વડાઓના આગમન પહેલા દિલ્હી પોલીસ સુરક્ષાની તૈયારીઓમાં કોઈ કસર છોડવા માંગતી નથી. ટ્રાફિક મેનેજમેન્ટથી લઈને સ્કૂલ-કોલેજ સુધી બંધ રાખવાની તૈયારી છે. G-20 કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં 8થી 10 સપ્ટેમ્બર સુધી જાહેર રજા રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન શાળા, કોલેજ અને ઓફિસોમાં રજા રહેશે. આ ઉપરાંત VIP મુવમેન્ટવાળા સ્થળો પર ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવશે. પોલીસ દિલ્હીવાસીઓને વૈકલ્પિક માર્ગો વિશે પણ માહિતી આપશે. G-20 સમિટ માટે તૈયાર કરાયેલા ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન મુજબ, 7મીએ મધ્યરાત્રિના 12 વાગ્યાથી, નવી દિલ્હી વિસ્તાર અને અન્ય પ્રતિબંધિત અથવા સુરક્ષા કોર્ડન કરેલા સ્થળોની આસપાસ ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવશે. આ સમય દરમિયાન, સરહદ પરથી દૂધ અને દૂધની બનાવટો, શાકભાજી, રાશનની વસ્તુઓ, દવાઓ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોને જ પ્રવેશ આપવામાં આવશે. અન્ય માલસામાન વહન કરતા ભારે અને મધ્યમ માલસામાનના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

જો કે, જે વાહનો દિલ્હીની અંદર છે તેમને દિલ્હીની બહાર જવા દેવામાં આવશે. નવી દિલ્હી વિસ્તારમાં મોટા પાયે VIP મૂવમેન્ટ થશે, તેને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીની તમામ ઓફિસો, મોલ અને માર્કેટ વગેરે 8મીથી 10મી સુધી બંધ રહેશે. ડીટીસી બસોને પણ નવી દિલ્હીને અડીને આવેલા અન્ય વિસ્તારોમાંથી ડાયવર્ટ કરવામાં આવશે અથવા બંધ કરવામાં આવશે. ગાઝીપુર, સરાઈ કાલે ખાન અને આનંદ વિહાર ખાતે આંતરરાજ્ય બસો પણ બંધ કરવામાં આવશે. ગુડગાંવ તરફથી આવતી હરિયાણા અને રાજસ્થાનની આંતરરાજ્ય બસોને પણ રાજોકરી બોર્ડર પર રોકવામાં આવશે અથવા ત્યાંથી મહેરૌલી તરફ મોકલવામાં આવશે. સારી વાત એ છે કે આ સમય દરમિયાન મેટ્રો સેવા ચાલુ રહેશે. ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનર એસ.એસ. યાદવે લોકોને અપીલ કરી છે કે G-20 સમિટ દરમિયાન જો તેઓ રોડના બદલે મેટ્રોમાં મુસાફરી કરે તો કોઈ મુશ્કેલી નહીં આવે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ જેવા સ્થળોએ જવા માટે મેટ્રોનો વધુને વધુ ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જો કે, સુરક્ષા વ્યવસ્થાના કારણે સુપ્રીમ કોર્ટ, ખાન માર્કેટ, મંડી હાઉસ, સેન્ટ્રલ સચિવાલય જેવા કેટલાક મેટ્રો સ્ટેશન 8થી 10 સપ્ટેમ્બરની વચ્ચે બંધ થઈ શકે છે, પરંતુ અન્ય તમામ મેટ્રો સ્ટેશન ખુલ્લા રહેશે અને તમામ લાઈનો પર મેટ્રો દોડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૩-૦૮-૨૦૨૩)
Next article‘અમૃત ભારત યોજના’ હેઠળ દેશના 1300 રેલ્વેસ્ટેશનોનું આધુનિકીકરણ, રેલ્વે મંત્રીની જાહેરાત