Home દુનિયા - WORLD પાકિસ્તાનમાં ખાવા-પીવાની વસ્તુઓ 5 ગણી મોંઘી, સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો

પાકિસ્તાનમાં ખાવા-પીવાની વસ્તુઓ 5 ગણી મોંઘી, સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો

23
0

(GNS),17

પાકિસ્તાનને નવા વડાપ્રધાન મળ્યા છે. અનવર ઉલ હકે કાર્યકારી વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પાકિસ્તાનમાં મોંઘવારી(Inflation in Pakistan) અટકવાનું નામ નથી લઈ રહી. લોટ, કઠોળ, ખાંડ, ચોખા અને લીલા શાકભાજીની સાથે તમામ ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ છે. મોંઘવારીની હાલત એવી છે કે પાકિસ્તાનમાં સામાન્ય જનતાને મુશ્કેલી પડી રહી છે. રિટેલ મોંઘવારી સાતમા આસમાને પહોંચી છે. જુલાઈ મહિનામાં સીપીઆઈ ફુગાવો 28.3% નોંધાયો હતો. ગયા મહિને જૂનમાં તે 29.4% હતો. તમામ ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી છે. અત્યારે પાકિસ્તાનમાં એક કિલો ખાંડની કિંમત 200 રૂપિયા છે. તેવી જ રીતે લોટ પણ મોંઘો થયો છે. 20 કિલો લોટનું પેકેટ 4000 રૂપિયામાં આવી રહ્યું છે. ઘણા રાજ્યોમાં લોટની અછત પણ છે. ગત મે મહિનાની વાત કરીએ તો પાકિસ્તાનમાં મોંઘવારી દર 55 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. ફુગાવાના આ આંકડા પાકિસ્તાની એકાઉન્ટ કમિટીએ જાહેર કર્યા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં ખાવા-પીવાની વસ્તુઓ 5 ગણી વધારે કિંમતે વેચવામાં આવી રહી છે. બલૂચિસ્તાન પ્રાંતમાં મોંઘવારી લોકોને વધારે રડાવી રહી છે. અહીંના તમામ જિલ્લામાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. 130 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ખાંડ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. સહાબતપુરમાં 20 કિલો લોટની કિંમત વધીને 4,000 પાકિસ્તાની રૂપિયા થઈ છે. જ્યારે ભારતમાં 20 કિલો લોટની કિંમત 700 રૂપિયાની આસપાસ છે. એટલે કે પાકિસ્તાનમાં લોટ ભારત કરતા 5 ગણો મોંઘો થઈ ગયો છે. તેવી જ રીતે ડુંગળી, બટાકા, ટામેટા, ઘી અને તેલ પણ મોંઘા થયા છે. એવા સમાચાર છે કે, પાકિસ્તાનમાં અનવર-ઉલ-હકે શપથ લીધાની સાથે જ પેટ્રોલ-ડીઝલ ફરી એકવાર મોંઘું થયું છે. પાકિસ્તાનમાં આજથી એટલે કે, 16 ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલના નવા દરો લાગુ થયા છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં 17.50 રૂપિયા પ્રતિ લીટર અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં 20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 290.45 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 293 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહ્યુમન ફોર હાર્મનીના નેજા હેઠળ બ્રેમ્પટન કેનેડા ખાતે ભારતના 77મા સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી
Next articleપાકિસ્તાનના જરાંવાલામાં બેફામ ટોળાએ ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘરોમાં તોડફોડ કરી