Home ગુજરાત નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને 3 હજારનું પેન્શન આપશે

નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને 3 હજારનું પેન્શન આપશે

13
0

(GNS),13

રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકારે પેન્શનને લઈ મોટો નિર્ણય લીધો છે. રાજ્યના નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને રૂપિયા 3 હજારનો પેન્શન આપશે. જેના લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવાની રહેશે તેમજ રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીત્યો હોય તેમને પણ પેન્શન આપવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વદાયી નિર્ણયમાં રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પણ લાભ આપવામાં આવશે. જે સમગ્ર બાબતને લઈ 7 સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનો રમત ગમત ક્ષેત્ર પ્રોત્સાહન આપવાને લઈ મહત્વદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નિયમોની વાત કરીએ તો જિલ્લામાં વસતા અને 50 વર્ષની ઉંમરના નિવૃત રમતવીરો કે જેઓએ રાષ્ટ્રીય કક્ષાએ વ્યકિતગત કે સાંધીક રમતમાં મેડલ મેળવેલો હોવો જોઈએ. નિવૃત્ત રમતવીરોને પોતાની કારકિર્દી દરમિયાન રમતગમત ક્ષેત્રે 35 વર્ષથી વધુ વય સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત અથવા સાઁધિક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલો હોવા જોઈએ. અથના રાજ્ય તરફથી નેશનલ માટે મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પણ પેન્શન પાત્ર ગણવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડો. વિરેન્દ્ર કુમારે સીઆરસી, અમદાવાદના નવા અને સુલભ મકાનનું ઉદઘાટન કર્યું
Next articleપોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝાની અટકાયત