Home રમત-ગમત Sports એશિયા કપ અને વર્લ્ડ કપમાં સાકીબ હસન બાંગ્લાદેશનો સુકાની

એશિયા કપ અને વર્લ્ડ કપમાં સાકીબ હસન બાંગ્લાદેશનો સુકાની

21
0

(GNS),12

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેના અનુભવી ઓલરાઉન્ડર સાકીબ અલ હસનને આગામી એશિયા કપ તથા ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટેની બાંગ્લાદેશની ટીમના સુકાની તરીકે નિયુક્ત કર્યો છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલેન્ડ સામે એક સિરીઝ રમવાની છે અને તે માટે પણ ટીમનો સુકાની સાકીબ હસન રહેશે. પાંચમી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ તૈયારીરૂપે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ રમાનારી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના પ્રમુખ નઝમુલ હસને જણાવ્યું હતું કે એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી બે મેજર ટુર્નામેન્ટ માટે અમે સાકીબ અલ હસનની સુકાની પદે વરણી કરી છે. એશિયા કપ અને વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત શનિવારે કરાશે. પસંદગીકારો આ માટે 17 સદસ્યની ટીમ પસંદ કરવાના છે.

બાંગ્લાદેશનો મૂળ સુકાની તમિમ ઇકબાલ હતો પરંતુ પીઠની ઇજાની સમસ્યાને કારણે તે આ બંને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે અને તેને સ્થાને ઓલરાઉન્ડર સાકીબ હસનને સુકાની તરીકે નિયુક્ત કરાયો છે. આ સાથે સાકીબ હસન હવે બાંગ્લાદેશની ત્રણેય ફોર્મેટની ટીમનો કેપ્ટન બની ગયો છે. ગયા  વર્ષથી તે બાંગ્લાદેશની ટી20 અને ટેસ્ટ ટીમની આગેવાની લઈ રહ્યો છે. 2017માં તેણે પહેલી વાર બાંગ્લાદેશની ટીમનું સુકાન સંભાળ્યું હતું. આયર્લેન્ડ સામેની એ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જોકે સાકીબની કેપ્ટન તરીકેની કારકિર્દીમાં સાતત્યનો અભાવ જોવા મળ્યો છે. જોકે સાકીબની કેપ્ટન તરીકેની કારકિર્દીમાં સાતત્યનો અભાવ જોવા મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહું હાલમાં ભારતીય ટીમમાં વાપસી અંગે નથી વિચારી રહ્યો : પૃથ્વી
Next articleદૈનિક રાશિફળ (તા.૧૩-૦૮-૨૦૨૩)