(GNS),12
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિગ્સ માટે રમનારા અંબાતી રાયડુએ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો છે. આમ તે કેરેબિયન પ્રીમિયર લીગની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમનારો બીજો ભારતીય ક્રિકેટર બની શકે તેમ છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) આ અંગે હજી સુધી તેને મંજૂરી આપી નથી કે કોઈ નિર્ણય લીધો નથી. આઇપીએલની 2023ની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમેલા અંબાતી રાયડુએ સેંટ કિટ્સ એન્ડ નેવિસ માટે કરાર કર્યો છે. આઇપીએલ બાદ 37 વર્ષીય રાયડુએ અમેરિકામાં મેજર ક્રિકેટ લીગ (એમસીએલ) માં ટેક્સાસ સુપર કિંગ્સ માટે કરાર કર્યો હતો. જોકે તે તેમાં રમ્યો ન હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે એ વખતે જાહેર કર્યું હતું કે કોઈ પણ ખેલાડી નિવૃત્તિ જાહેર કરે તેના તરત જ બાદ કૂલિંગ તબક્કામાં હોય છે અને તે વિદેશી લીગમાં ભાગ લઈ શકે નહીં. જોકે રાયડુએ અમેરિકામાં નહીં. હવે કેરેબિયન પ્રીમિયર લીગમાં તેના રમવા અંગે કે મંજૂરી આપવા અંગે બીસીસીઆઈએ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.