Home દેશ - NATIONAL હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી બસ ખીણમાં ખાબકી ગઈ, ૨૩ લોકો ઘાયલ, ૨ લોકો...

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી બસ ખીણમાં ખાબકી ગઈ, ૨૩ લોકો ઘાયલ, ૨ લોકો બસ નીચે દબાયા, મુસાફરોને સલામત બહાર કઢાયા

18
0

(GNS),12

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનનો સૌથી ભયાનક વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદને પગલે ઠેરઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, ત્યારે શિમલા નજીક ભૂસ્ખલનનો શિકાર બની મુસાફરો ભરેલી બસ, ચોમેર વરસાદી માહોલ, તૂટતા પહાડો અને ખીણમાં પડેલી બસ, આપને જણાવી દઇએ કે જ્યારે બસ ખીણમાં ખાબકી ત્યારે તેમાં 25 મુસાફરો સવાર હતા, પ્રાપ્ત વિગતો મુજબ સદ્દનસીબે બસ દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ અને એક મોટી દુર્ઘટના આકાર લેતા અટકી છે. સમગ્ર ઘટનામાં 23 લોકો ઘાયલ થયા છે, જ્યારે 2 લોકો બસ નીચે દબાયા હતા તેમને સલામત કાઢી લેવાયા છે.

હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે મકાનો જળમગ્ન બન્યા છે, હાઇવે હોય કે આંતરીક રસ્તા, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભૂસ્ખલનને પગલે અનેક વાહનો કાટમાળમાં દટાયા છે, તો મોટાપાયે મકાનોને નુકસાન પહોંચ્યું છે. તો સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ ગાંડીતૂર બનતા સ્થાનિકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. મહત્વપૂર્ણ છે કે સિઝનમાં બીજી વાર હિમાચલ પ્રદેશમાં કુદરતે કહેવ વરસાવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોટા ફોફડિયા ગામે પેટ્રોલપંપ પરથી 42 હજાર રોકડ અને મોબાઈલની લૂંટ
Next articleમહારાષ્ટ્રના ટેરર ​​મોડ્યુલમાં NIA દ્વારા આ છઠ્ઠી ધરપકડ