Home ગુજરાત મોટા ફોફડિયા ગામે પેટ્રોલપંપ પરથી 42 હજાર રોકડ અને મોબાઈલની લૂંટ

મોટા ફોફડિયા ગામે પેટ્રોલપંપ પરથી 42 હજાર રોકડ અને મોબાઈલની લૂંટ

21
0

બે તસ્કરો આવી કર્મચારીને હથિયાર બતાવી, લૂંટ ચલાવી ફરાર

(જી.એન.એસ)વડોદરા,તા.૧૧

વડોદરામાં શિનોરના મોટા ફોફડિયા ગામે લૂંટની ઘટના સામે આવી છે. તસ્કરોએ ગત મોડીરાત્રે પેટ્રોલપંપ પર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જે ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે બે તસ્કરો આવી કર્મચારીને હથિયાર બતાવી લૂંટી રહ્યા છે. તસ્કરો 42 હજાર રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થયા હતા. શિનોર પોલીસે CCTVના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે તો બીજી તરફ વડોદરામાં પાણીની ટાંકીમાં પડતા ચોરનું મોત થયુ છે. નંદેસરીની બંધ કંપનીમાં ચોરીના ઈરાદે બે તસ્કરો ઘૂસ્યાં હતા. જેમાંથી પાણીમાં ડૂબવાથી એકનું મોત થયુ છે. જ્યારે એક વ્યક્તિને બચાવવામાં આવ્યો છે. અન્ય શખ્સને હાથમાં સાંકળ આવી જતા બચી ગયો હતો. ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કઢાયો છે. યોગેશ ગોહિલ નામના યુવકની પોલીસે અટકાયત કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોડીનાર બસ સ્ટેન્ડ નજીક મોબાઈલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા
Next articleહિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી બસ ખીણમાં ખાબકી ગઈ, ૨૩ લોકો ઘાયલ, ૨ લોકો બસ નીચે દબાયા, મુસાફરોને સલામત બહાર કઢાયા