Home ગુજરાત કોડીનાર બસ સ્ટેન્ડ નજીક મોબાઈલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા

કોડીનાર બસ સ્ટેન્ડ નજીક મોબાઈલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા

21
0

અંદાજે 70થી વધુ મોબાઇલ ચોરી થઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

(જી.એન.એસ)ગીર સોમનાથ,તા.૧૧

ગીર સોમનાથમાં તસ્કરોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે તસ્કરોના આતંકની આવી એક ઘટના CCTVમાં કેદ થઈ છે. કોડીનાર બસ મથક વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલ સ્ટોરને નિશાન બનાવ્યો હતો. ગઈકાલે રાત્રે એટલે કે ગુરુવારે રાત્રે શિવમ મોબાઈલ સ્ટોરમાં તસ્કરોએ ચોરી કરી હતી. આ તસ્કરો દુકાનની જાળી તોડીને અંદર ઘૂસ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મોબાઈલ સ્ટોરમાંથી અંદાજે 70થી વધુ મોબાઇલ ચોરી થઈ છે તો ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં ફરી એક વાર બે તબીબો વચ્ચે મારામારી
Next articleમોટા ફોફડિયા ગામે પેટ્રોલપંપ પરથી 42 હજાર રોકડ અને મોબાઈલની લૂંટ