ગેરહાજર રહેવા અંગે તું પૂછવા વાળો કોણ તેમ કહી તબીબો બાખડી પડ્યા
(જી.એન.એસ)સુરત,તા.૧૧
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને સારવારમાં ઓછો અને મારામારીમાં વધુ રસ હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ફરી એક વાર બે તબીબો વચ્ચે મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલમાં જુનિયર અને સિનિયર તબીબો વચ્ચે મારામારીની ઘટના બની. ફોરેન્સિક વિભાગના ઇન્ચાર્જ HOD પ્રણવ પ્રજાપતિ પર જૂનિયર તબીબ દિપક સિંઘલે હુમલો કર્યો અને માર પણ માર્યો. ભોગ બનનાર તબીબ પ્રણવ પ્રજાપતિનું માનીયે તો તબીબ દિપક સિંઘલ ફરજ પર આવ્યાં નહતા. જેથી બીજા દિવસે તેમને ગેરહાજર રહેવા અંગે કારણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ દિપક સિંઘલ જબાવ આપવાને બદલે ઉશ્કેરાયો હતો અને તું પૂછવા વાળો કોણ તેમ કહી હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં હવે જો દખલગીરી કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી પણ ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ તો પ્રણવ પ્રજાપતિએ દિપક સિંઘલ સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.