સીક્વલ ફિલ્મોના ટ્રેન્ડને ફોલો કરતાં યારિયાં 2નું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ થયું છે. તેમાં દિવ્યા ખોસલા કુમારની સાથે પર્લ વી પુરી અને મીજાન જાફરી જોવા મળે છે. યારિયાં 2માં આ વખતે કઝિનથી ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સમાંથી બેસ્ટ ફ્રેન્ડ બનવાની સ્ટોરી રજૂ થઈ છે. ઈમોશન્સ અને ડ્રામાના ઉતાર-ચડાવ આ ફિલ્મમાં જોવા મળશે. ટી-સિરિઝ દ્વારા આ ફિલ્મનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે. નવ વર્ષ પહેલા આવેલી યારિયાંમાં દિવ્યાએ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું, જ્યારે સીક્વલમાં તેમનો લીડ રોલ છે.
યારિયાં 2ના ટીઝરની શરૂઆતમાં એક શખ્સ ફ્લાયઓવર પર દોડતો નજરે પડે છે. બાદમાં પર્લ વી પુરી વરરાજાના ગેટઅપમાં દેખાય છે. સીન બદલાતા જ દિવ્યા ખોસલા કુમાર અને મીજાન જાફરી પહાડોની વચ્ચે બાઈક પર દેખાય છે. આ સમયે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે કે, ફેમિલીમાંથી ફ્રેન્ડ બનવા માટે લાઈફ દરેકને એક ચાન્સ આપે છે, ચાન્સ લેશો? દરેક કેરેક્ટર નકારમાં માથુ ધુણાવે છે. બાદમાં ટ્વિસ્ટ આવે છે અને ત્રણેય કઝિન બેસ્ટ ફ્રેન્ડ્સ બને છે. ત્રણેય કેરેક્ટરની લાઈફ સાથે ઈમોશન્સ ઉમેરાતાં સ્ટોરી ઈન્ટ્રેસ્ટિંગ બને છે. 20મી ઓક્ટોબરે યારિયાં 2 રિલીઝ થવાની છે. નવ વર્ષ પહેલા યારીયાં રિલીઝ થઈ હતી. પહેલા પાર્ટમાં હિમાંશુ કોહલી અને રકુલ પ્રીત સિંહ લીડ રોલમાં હતા, જ્યારે ડાયરેક્ટર-પ્રોડ્યુસર તરીકેની જવાબદારી દિવ્યા ખોસલા કુમારે સંભાળી હતી. ટી-સિરીઝના ભૂષણ કુમારનાં પત્ની દિવ્યા ખોસલા કુમારે યારિયાં 2 સાથે એક્ટિંગમાં નવી શરૂઆત કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.