(GNS),10
ફરહાન અખ્તરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ડોન 3’નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આખરે મેકર્સે આ અટકળો પરથી પણ પડદો હટાવી દીધો છે કે આખરે આ નવા જમાનાનો ડોન કોણ છે? આ ડોન કોઇ બીજુ નહીં પરંતુ એક્ટર રણવીર સિંહ છે. કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રોમાન્સ કર્યા બાદ રણવીર હવે ગુનાની દુનિયામાં તહેલકો મચાવશે. રણવીર સિંહ ડોન બનીને ફેન્સના હોશ ઉડાવશે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાનની પરંપરાને આગળ વધારતા એક્ટરે આ રોલ માટે ઘણી મહેનત કરી છે. ફરહાન અખ્તરે 9 ઓગસ્ટે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યુ છે. ‘ડોન 3’માં ફર્સ્ટ લુકમાં રણવીર ઘણો ઇમ્પ્રેસિવ લાગી રહ્યો છે. રણવીર સિંહે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર્સના જૂતામાં પગ નાંખ્યો છે. ડાયરેક્ટર ફરહાન અખ્તરે ડોન 3માં રણવીર સિંહની કાસ્ટિંગનો નવો ઇતિહાસ શરૂ કરવાની વાત કરી છે. તેણે આજે ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટીઝર રિલીઝ કર્યો છે.


જોકે સોશિયલ મીડિયા પર ફેન્સ શાહરૂખ ખાનની ડિમાંડ કરી રહ્યાં હતાં. મેકર્સે આ વચ્ચે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યુ છે, જેમાં રણવીર સિંહ ડોનના અવતારમાં જોવા મળી રહ્યો છે. ટીઝરની શરૂઆત ડોનના દમદાર ડાયલોગથી થાય છે, રણવીર સિંહ ફોર્મલ સૂટ-પેંટ લુકમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. ડોનના લુકમાં રણવીર કહે છે- ‘શેર જાગ ઉઠા હૈ ઔર જલ્દી હી સબકે સામને આને વાલા હૈ, મૌત સે ખેલના ઝિંદગી હૈ મેરી, જીતના મેરા કામ હૈ, તુમ તો હો જાનતે ક્યા મેરા નામ હૈ…11 મુલ્કો કી પુલિસ ઢૂંઢતી હૈ મુજે…પર પકડ પાયા હૈ મુજે કૌન…મૈ હું ડૌન…’ ટીઝરના બેકગ્રાઉન્ડમાં ડોનનું ફેમસ ટાઇટલ મ્યુઝિક પ્લે થાય છે જે તમારા રૂંવાટા ઉભા કરી દેશે. રણવીરને પહેલીવાર ગ્રે શેડ રોલમાં જોવા માટે ફેન્સ પણ એક્સાઇટેડ થઇ ગયા છે. શાહરૂખ ખાન બાદ હવે રણવીર સિંહ પણ ડોનના અવતારમાં લોકોને ઇમ્પ્રેસ કરવાનો મોકો નહીં છોડે. તેની પહેલા ફરહાન અખ્તરે ડોન (2006) અને ડોન 2 (2011)નું ડાયરેક્શન કર્યુ હતુ. ફરહાનને આશા છે કે ફેન્સ ફ્રેન્ચાઇઝીના નવા એક્ટરને પણ શાહરૂખ ખાન જેટલો જ પ્રેમ આપશે. ડોન 3 આગામી વર્ષ 2025માં થિયેટર્સમાં રિલીઝ થશે તેવી આશા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.