Home મધ્ય ગુજરાત અમદાવાદ અદાણી યુનિવર્સિટીમાં ઇન્ટ્રા-કોલેજ હેકાથોન-2 નું સફળતાપૂર્વક આયોજન

અદાણી યુનિવર્સિટીમાં ઇન્ટ્રા-કોલેજ હેકાથોન-2 નું સફળતાપૂર્વક આયોજન

19
0

અત્યાધુનિક તકનીક સાથે વિદ્યાર્થીઓમાં પ્રોજેક્ટ મેનેજેમેન્ટનું કૌશલ્યવર્ધન   

(જી.એન.એસ),તા.૦૯

અમદાવાદ

અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટી ખાતે ઇન્ટ્રા-કોલેજ હેકાથોનની દ્વિતીય આવૃત્તિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 24 કલાક ચાલેલી હેકાથોનમાં આધુનિક વ્યવસાયોને લગતા જટીલ પડકારો અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઉજાગર કરતું પ્લેટફોર્મ પૂરું પાડવાના વિઝન સાથે આ હેકાથોનનું આયોજન IQM કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું.

સહભાગીઓની બુદ્ધિક્ષમતા વિકસાવતી હેકાથોનની પ્રથમ આવૃત્તિના અદભૂત પ્રતિસાદ બાદ દ્વિતીય આવૃત્તિનું પણ સફળતાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. 24-કલાકની કોડિંગ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓની ટીમો દ્વારા એપ્લિકેશન્સ ડેવલપમેન્ટની સ્પર્ધા કરવામાં આવી હતી. એક ટીમમાં 4 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક ટીમે વિવિધ સાધનો અને પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ કરી એપ્લિકેશનન્સને અંતિમ ઓપ આપ્યો હતો. જેમાં IQM ટીમે તેમને તબક્કાવાર ટેકનિકલ ટીપ્સ સહિત પુરતુ માર્ગદર્શન આપ્યું હતું.

હેકાથોન્સને ઉદ્યોગસાહસિકો માટેનું પ્રથમ પગથીયું માનવામાં આવે છે. તેમાં ઈનોવેટીવ વિચારો ધરાવતા પ્રતિભાશાળી વ્યક્તિત્વ અલગ તરી આવે છે. વળી વિદ્યાર્થીઓ સહિત વ્યાપક સમુદાયને પણ તેનાથી અનેક લાભો પ્રાપ્ત થાય છે. ડિઝાઇનર્સ, ઉદ્યોગસાહસિકો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો એક જ પ્લેટફોર્મ પર આવતા લાંબા ગાળાના વ્યાવસાયિક સંબંધો સહિત ભવિષ્યમાં રોજગારીની ઉજ્વળ તકો મેળવવાનો માર્ગ મોકળો બને છે.

અદાણી યુનિવર્સિટીના વિષય નિષ્ણાતો અને IQM કોર્પોરેશનના ઉદ્યોગ નિષ્ણાતોએ વિદ્યાર્થીઓનું નિષ્પક્ષ અને સર્વગ્રાહી મુલ્યાંકન કર્યું હતું. સહભાગીઓએ પડકારોને પહોંચી વળવા માટેના નવા અભિગમોને આવકાર્યા હતા. સત્રાંત સુધીમાં મુશ્કેલ અસાઇનમેન્ટ્સને સ્પર્ધકોએ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. તમામ વિજેતાઓ અને રનર્સ-અપને બિરદાવી તેમનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું.

અત્યાધુનિક ટેક્નોલોજીના એક્સપોઝર સાથે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક માહોલમાં અગ્રેસર રહેવું અત્યંત આવશ્યક છે. હેકેથોનમાં સહભાગીઓને સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા સમસ્યાનું નિરાકરણ અને ટીમ વર્ક કૌશલ્યો વધારવાની તક સાંપડી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાણસાના પરબતપુરા ગામ ખાતે ’મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયો
Next articleગાંધીનગરના પુન્દ્રાસણ ગામ ખાતે ‘મેરી માટી – મેરા દેશ’ કાર્યક્રમ પંચાયત અગ્ર સચિવ મોના ખંઘારની ઉપસ્થિતિમાં યોજાયો