Home ગુજરાત નડિયાદ તાલુકાના હાથનોલી ગામે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ

નડિયાદ તાલુકાના હાથનોલી ગામે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ

28
0

(GNS),09

ગુજરાતમાં અલગ અલગ સ્થળોએથી ગાંજાના છોડ મળવાનો સીલસીલો યથાવત છે. નડિયાદ તાલુકાના હાથનોલી ગામના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. ખેડૂત વજેસિંહ રાઠોડના ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. જો કે ગાંજો ઝડપાયા બાદ વાવેતર કરનાર ખેડૂત ફરાર થઇ ગયો છે. ખેડા SOG પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખેડા SOGએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 19 છોડ મળી આવ્યા છે. કુલ SOG પોલીસે કુલ 1 લાખ 32 હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં 1985ની કલમ 8 પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધોરાજીમાં ખુલ્લી ગટર પર ભાજપનો ઝંડો લગાવી વિરોધ
Next articleગાંધીધામમાંથી 10.04 કરોડનું કોકેઇન ઝડપાયું