(GNS),07
દિલ્હી AIIM હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ AIIM હોસ્પિટલના એન્ડોસ્કોપી વોર્ડમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાને પગલે તમામ દર્દીઓને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમજ ફાયરબ્રિગેડની 6 ટીમો આગ બુજાવવા અને લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવા કામે લાગી છે. દેશની રાજધાની દિલ્હીના AIIMS હોસ્પિટલ માં ભીષણ આગ લાગીની ઘટના સામે આવી છે . આગ લાગી કે તરત જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ AIIMSના એન્ડોસ્કોપી રૂમમાં લાગી છે, જે દર્દીઓ અહીં એડમીટ હતા તેમને જૂની બિલ્ડિંગમાં મોકલવામાં આવી રહ્યા છે અને અહીં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર 6 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સ્થળે જે દર્દીઓ હતા તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વહેલી તકે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. મળતી માહિતી મુજબ, આગની અપડેટ 11.54 વાગ્યે આપવામાં આવી હતી, ત્યારબાદ 6 ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. ઈમરજન્સી વોર્ડ પાસેના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. બીજા માળે આવેલી જૂની ઓપીડીમાં આ જગ્યાએથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એઈમ્સ દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંથી એક છે, જ્યાં દેશના વિવિધ ભાગોમાંથી દરરોજ હજારો દર્દીઓ પહોંચે છે. તાજેતરના ભૂતકાળમાં એઇમ્સમાં આગની અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જે ચિંતાનો વિષય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.