(GNS),07
વિનાશક ભૂકંપનો ભોગ બનેલા તુર્કીયેમાં જળ સંકટ વધુ ઘેરુ બન્યું છે. ભૂકંપમાં કોઈક રીતે જીવ બચાવનાર લોકોને હવે આકરા તડકા અને ગરમીમાં પાણી માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે, લોકો નાહવા માટે તરસી રહ્યા છે. બીજી બાજુ, તુર્કી સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ પાણી પુરવઠા માટે ભૂગર્ભ પાઈપો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે ભૂકંપને કારણે પાણી પુરવઠા માટે ભૂગર્ભ પાઈપો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટાપાયે નુકસાન થયું છે. અલજઝીરાના અહેવાલ મુજબ, હેતાય પ્રાંતની રાજધાની અંતાક્યામાં તીવ્ર હીટવેવ ચાલી રહી છે, જેના કારણે લોકો સુધી પ્રાથમિક વસ્તુઓનો પણ પુરવઠો નથી પહોંચી રહ્યો. આ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ભૂકંપ બાદ ઘર છોડી ગયેલા લોકો તંબુ અને કન્ટેનરમાં રહે છે, જ્યાં તેઓ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે.
કાટમાળના કારણે હવામાં ધૂળનું પ્રમાણ વધી ગયું છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો બહાર નીકળતા પણ અચકાય છે. બધે ધૂળના વાદળો છવાયેલ છે. જો કે, સરકાર દ્વારા લોકોને ટેન્કર અને બોટલો દ્વારા પાણી આપવામાં આવે છે, પરંતુ તેના માટે પણ લોકોને ભારે સંઘર્ષ કરવો પડે છે. ધૂળના કારણે સફાઈ પણ યોગ્ય રીતે થતી નથી. લોકોનું કહેવું છે કે તેઓ એ અનુભવી રહ્યા છે કે, તેમના માટે વર્મતાન સંજોગોમાં સ્નાન કરવું કેટલું મૂલ્યવાન બની ગયું છે. સફાઈના અભાવે ટેન્ટ અને કન્ટેનરની પણ સફાઈ થતી નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપને કારણે તુર્કીમાં 50000થી વધુ અને સીરિયામાં ઓછામાં ઓછા 8000 લોકો માર્યા ગયા હતા. સેંકડો બહુમાળી ઈમારતો પળવારમાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. જે બાદ અનેક પ્રકારની બીમારીઓ પણ ફેલાઈ હતી. લોકોને શ્વાસની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હેતાયમાં અધિકારીઓ અને કર્મચારીઓ કહે છે કે તેમના માટે સૌથી મોટી સમસ્યા કાટમાળ હટાવતી વખતે અને જર્જરિત ઇમારતોને તોડતી વખતે પાણીનો ઉપયોગ ન કરવાની છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે ઈમારતો તોડતી વખતે પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી ધૂળ ઉડે નહીં, પરંતુ પાણીની ભારે અછતને કારણે તેઓ આમ કરી શકતા નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.