Home રમત-ગમત Sports એક કરોડ ડોલરના આંકડાને પાર કરી શકે છે ભારતીય ક્રિકેટ બોર્ડ, જાણો...

એક કરોડ ડોલરના આંકડાને પાર કરી શકે છે ભારતીય ક્રિકેટ બોર્ડ, જાણો કેવી રીતે

25
0

(GNS),06

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માર્ચ 2028 સુધીમાં પાંચ વર્ષના ગાળામાં અલગથી ભારતની 88 સ્થાનિક મેચોના ટીવી અને ડિજિટલ રાઈટ્સ વેચીને એક અબજ ડોલર (આશરે રૂ. 8200 કરોડ)ને પાર કરી શકે છે. નવા ગાળામાં ઓસ્ટ્રેલિયા સામે 21 ઘરેલું મેચો (5 ટેસ્ટ, 6 વન-ડે અને 10 ટી-20) અને ઈંગ્લેન્ડ સામે 18 મેચ (10 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી-20) છે. ભારતે કુલ 25 ટેસ્ટ, 27 વનડે અને 36 ટી-20 રમવાની છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં (2018 થી 2023), બીસીસીઆઈને સ્ટાર ઈન્ડિયા પાસેથી 94 કરોડ 40 લાખ ડોલર (આશરે રૂ. 6138 કરોડ) મળ્યા છે, જેમાં મેચ દીઠ રૂ. 60 કરોડ (ડિજિટલ અને ટીવી)નો સમાવેશ થાય છે. આ વખતે BCCI ડિજિટલ અને ટીવી અધિકારો માટે અલગ-અલગ બિડ આમંત્રિત કરશે. IPL દરમિયાન તેણે મીડિયા અધિકારોથી 48390 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જેમાં ડિજિટલ અધિકારો અને ટીવી અધિકારોનો સમાવેશ થાય છે.

આઇપીએલની જેમ ઇ-ઓક્શન દ્વારા હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ બિઝનેસ સાથે જોડાયેલા એક બ્રોડકાસ્ટરનું માનવું છે કે, ‘હવે કોઈ આંકડો જણાવવો મુશ્કેલ હશે પરંતુ ડોલર અને રૂપિયાનો રેશિયો પણ ગત વખતની સરખામણીમાં બદલાઈ ગયો છે. પરંતુ ડિજિટલ અધિકારો ટીવી અધિકારો કરતાં વધુ પૈસા મેળવી શકે છે. ભારતની સ્થાનિક મેચો માટે ડિઝની, સ્ટાર મુખ્ય દાવેદાર હશે અને જો તે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી હરાજી પહેલા સોની સાથે મર્જ કરે તો ઝી બિડ કરી શકે છે. ત્રણ મહિના પછી વર્લ્ડ કપ યોજાવાનો છે અને જો ભારત જીતશે નહીં તો જાહેરાતની આવકને અસર થશે. અન્ય બ્રોડકાસ્ટરે કહ્યું, ‘આ ચક્રમાં 25 ઘરેલું ટેસ્ટ યોજાવાની છે. અગાઉના ચક્રને જોતા પાંચમા દિવસ સુધી કેટલીક ટેસ્ટ ચાલી છે. મોટા ભાગની મેચ ત્રણ દિવસમાં પૂરી થઈ ગઇ છે. આ પણ એક પાસું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field