(GNS),05
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની (Article 370) જોગવાઈઓ હટાવ્યાને 4 વર્ષ પૂર્ણ થયા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને અન્ય રાજકીય નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ સેમિનારનું આયોજન કરવાની માગ કરી હતી, પરંતુ વહીવટીતંત્રે તેને મંજૂરી આપવાની ના પાડી હતી. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે પીડીપીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મને આજે નજરકેદ કરવામાં આવી છે. અમારા પક્ષના ઘણા લોકોને અડધી રાત્રે પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા છે. સરકાર સુપ્રીમ કોર્ટમાં કહી રહી છે કે સ્થિતિ સામાન્ય છે, પરંતુ આ ખોટા દાવા છે. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, કાશ્મીરમાં ફરજ બજાવતા 3 જવાનો શહીદ થયા છે. પરંતુ અહીં સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે. જમ્મુ-કાશ્મીરમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ 2019 પહેલાના છે.
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન અહીં રસ્તા અને ટનલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ચિનાબ રેલવે બ્રિજ પણ તેમના કાર્યકાળનો છે. ગુલમર્ગ ગોંડોલાની કલ્પના અને ઉદ્ઘાટન ત્યા રે કરવામાં આવ્યું હતું જ્યારે ડો.ફારૂક અબ્દુલ્લા મુખ્યપ્રધાન હતા. જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કલમ 370 હટાવવાની ઉજવણી કરવામાં આવી રહી છે. વાલ્મિકી અને ગોરખા સમુદાયના લોકો પાસે કલમ 370 હટાવવા સુધી નાગરિકતા નહોતી, પરંતુ હવે તેઓને અહીંના રહેવાસી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શનિવારે બંને સમુદાયના લોકોએ ઉજવણી કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે, યુવા શક્તિ હોય, મહિલા શક્તિ હોય કે પછી આપણા ખેડૂતો હોય, તેમના કારણે જ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 4 વર્ષમાં પરિવર્તન આવ્યું છે. હું ખેડૂતો, યુવાનો અને મહિલાઓને સલામ કરું છું. તેમણે કહ્યું કે આ તે ત્રિશક્તિ છે, જેની ઉર્જાથી નવા જમ્મુ-કાશ્મીરનું નિર્માણ શક્ય છે. આ તે ત્રિશક્તિ છે જેણે જમ્મુ અને કાશ્મીરની નિદ્રાધીન આત્મા શક્તિને જાગૃત કરી. સમાજમાં નવો આત્મવિશ્વાસ પેદા થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.