Home દેશ - NATIONAL જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને આજે 4 વર્ષ પૂર્ણ થયા

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને આજે 4 વર્ષ પૂર્ણ થયા

12
0

(GNS),05

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2019 માં, 5 ઓગસ્ટના રોજ, ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવાની જાહેરાત કરી હતી. આ અનુચ્છેદ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતો હતો. કલમ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ, પીડીપીના ઘણા નેતાઓની પોલીસે કથિત રીતે અટકાયત કરી હતી. પીડીપી આજે શ્રીનગરમાં રેલીનું આયોજન કરવા માંગતી હતી, જેના માટે ડીજીપીએ મંજૂરી આપી ન હતી. બીજી તરફ, ચાર વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ગુરુવારે, સુનાવણીના બીજા દિવસે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે પૂછ્યું કે બંધારણ સભાની ગેરહાજરીમાં જોગવાઈને કેવી રીતે હટાવી શકાય? આ કેસની સુનાવણી 8 ઓગસ્ટે ફરી શરૂ થશે.

જમ્મુ અને કાશ્મીર માટે કલમ 370નો મુસદ્દો કોણે તૈયાર કર્યો?.. જે જણાવીએ તો, કલમ 370 ભારતીય બંધારણના ભાગ XXI માં ‘ટેમ્પરરી, ટ્રાન્સફોર્મેટિવ એન્ડ સ્પેશિયલ પ્રોવિઝન્સ’ નામ હેઠળ તૈયાર કરવામાં આવી હતી. લો કોર્નરના જણાવ્યા મુજબ, ‘ડૉ. બીઆર આંબેડકરે કાશ્મીર માટે અનુચ્છેદ 370નો મુસદ્દો તૈયાર કરવાનો ઇનકાર કર્યા પછી, તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમની કેબિનેટના સભ્ય, એન. ગોપાલસ્વામી આયંગર આ કામ કરવા માટે કહ્યું હતું. કલમ 370 નાબૂદ કરવાથી અસરો શું છે?.. જે જણાવીએ તો, અનુચ્છેદ 370 જમ્મુ અને કાશ્મીરને ‘રક્ષા, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર’ સિવાયના તમામ મુદ્દાઓ પર તેનું પોતાનું બંધારણ, અલગ ધ્વજ અને સ્વતંત્રતાની મંજૂરી આપે છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, કલમ 370 હટાવ્યા બાદ ‘જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રની મુખ્ય ધારામાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા છે.’ પરિણામે, ભારતના બંધારણમાં સમાવિષ્ટ તમામ અધિકારો અને તમામ કેન્દ્રીય કાયદાઓનો લાભ જે દેશના અન્ય નાગરિકોને મળતો હતો, તે હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના નાગરિકો માટે ઉપલબ્ધ છે.

રામ મંદિર ભૂમિ પૂજનની આજે ત્રીજી વર્ષગાંઠ.. જે જણાવીએ તો, 9 નવેમ્બર, 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ પર હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો સંભાવ્યો હતો. તેની સાથે જ 5 ફેબ્રુઆરી, 2020ના દિવસે વડાપ્રધાન મોદીએ શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આજથી 3 વર્ષ પહેલા 5 ઓગસ્ટ, 2020ના રોજ ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજર કરીને મંદિરની આધાર શિલા મૂકવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલ્યું છે, જેને કારણે રામ મંદિરનું 50 ટકા કામ પૂર્ણ થયું છે. હવે જાન્યુઆરી 2024માં રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રદીપસિંહ વાઘેલા ઈચ્છે ત્યારે કમલમ પર આવી શકે છે : ડો.ઋત્વિજ પટેલ
Next articleડિજિટલ બર્થ સર્ટિફિકેટનો રસ્તો સાફ, લોકસભાએ મંજૂર કર્યું બિલ