Home દેશ - NATIONAL પટનામાં ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન ભરતા જ બંધ થઈ ગયુ એન્જિન

પટનામાં ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન ભરતા જ બંધ થઈ ગયુ એન્જિન

14
0

(GNS),04

શુક્રવારે બિહારની રાજધાની પટનામાં ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પટના એરપોર્ટથી રવાના થયાના ત્રણ મિનિટ બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એરપોર્ટનું કહેવું છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે. આ સમયે બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પટના એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેક્નિકલ ખામીના કારણે શુક્રવારે પટના એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાન નંબર 6e2433નું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યુ હતુ.. ફ્લાઈટ નંબર 6e2433 પટનાથી દિલ્હી જઈ રહી હતી. આ દરમિયાન પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પ્લેનને પટના એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ઈન્ડિગોના એરક્રાફ્ટ નંબર 6e2433નું એન્જિન ટેક-ઓફ સમયે બંધ થઈ ગયું હતું, ત્યાર બાદ ઉતાવળમાં પટના એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, વિમાનના અચાનક લેન્ડિંગને કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરો થોડા સમય માટે ડરી ગયા હતા. પરંતુ, રાહતની વાત એ છે કે વિમાનને પટના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. સાથે જ વિમાનના તમામ મુસાફરો સુરક્ષિત છે. વિમાને પટનાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને એન્જિનની ખામીને કારણે વિમાનને લેન્ડ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરો પણ સુરક્ષિત છે અને વિમાનના એન્જિનને ઠીક કર્યા બાદ રવાના કરવામાં આવશે. વિમાનના મુસાફરોને તાત્કાલિક અન્ય વિમાનમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત
Next articleવારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં ASI સરવે શરૂ કરાયો