Home દેશ - NATIONAL અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત

અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત

15
0

(GNS),04

આજે દરેક દેશ પૃથ્વીના દરેક કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરીને વિકાસ યાત્રા ઝડપી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષોથી અંતરિક્ષના અલગ અલગ ગ્રહો સુધી પહોંચીને બ્રહ્માંડના રહસ્યોને જાણીને અકલ્પનીય શક્યતાઓ શોધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તે બધા વચ્ચે હવે બ્લૂ ઈકોનોમીની પહેલ પણ શરુ થઈ છે. અમેરિકા, ચીન જેવા દેશો દરિયામાં તે નવી અર્થવ્યવસ્થા ઊભી કરી રહ્યા છે, તે મિશનમાં હવે ભારત પણ જોડાવા જઈ રહ્યું છે. ભૂવિજ્ઞાન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ હાલમાં રાજ્યસભામાં જણાવ્યું કે ભારત પ્રથમ સમુદ્ર મિશન સમુદ્રયાન હેથળ માનવયુક્ત સબમરીનને દરિયામાં ઉતારશે. આ ભારતનું પ્રથમ માનવયુક્ત મિશન હશે. હાલમાં ગગનયાન 3 દ્વારા ભારતના માનવયુક્ત સ્પેસમિશનને સફળ બનાવવાના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. મત્સ્ય 6000 નામની સબમરીન તૈયાર છે જેના પર હાલ ઘણા ટેસ્ટ થઈ રહ્યા છે. ભૂવિજ્ઞાન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ મત્સ્ય 6000 સબમરીનના અંદરના દ્રશ્યો દર્શાવતો વીડિયો શેયર કર્યો છે. જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સબમરીનનું પહેલા તબક્કાનું પરીક્ષણ માર્ચ, 2024 સુધીમાં પૂર્ણ થશે. વર્ષ 2026 સુધીમાં આ યાન 3 ભારતીયોને મહાસાગરમાં 6000 મીટરની ઊંડાઈએ લઈ જશે.

જણાવી દઈએ કે જૂન, 2023માં અરબપતિઓને દરિયાના પેટાળમાં ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા લઈ ગયેલી ટાઈટન સબમરીન 4 હજાર મીટર ઊંડે ડૂબી ગઈ હતી. ભારત તેના કરતા પણ ઊંડે ઉતરવાનો પ્રયાસ કરશે. હમણા સુધી ચીનની ફેંડોઝ સબમરીન દરિયામાં 11 હજાર મીટર ઊંડી પહોંચી ચૂકી છે. આ મિશન સફળ રહ્યું તો ભારત દરિયાની ઊંડાઈએ પહોંચનાર પાંચમો દેશ બનશે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીન પાસે જ આવા દરિયાઈ મિશન માટે ટેકનોલોજી અને સંસાધનો છે. કેન્દ્ર સરકારની બ્લૂ ઈકોનોમી પહેલ હેઠળ આ મિશન જૂન, 2021માં ભૂવિજ્ઞાન મંત્રાલયે શરુ કર્યુ હતુ. આ મિશન પાછળ 5 વર્ષમાં 4,077 કરોડનો ખર્ચ થશે, જેમાં સમુ્દ્રયાનનો પણ સમાવેશ થાય છે. દેશની જીડીપીનો 4 ટકા હિસ્સો બ્લૂ ઈકોનોમી સાથે જોડાયેલો છે. દેશની 30 ટકા વસ્તી દરિયા પર આધારિત છે. આ મિશન પર 2021થી 2026 સુધીમાં 4,077 કરોડનો ખર્ચ, પાયલટ સાથે 2 અન્ય લોકોને બેસવાની સુવિધા, 24 ટનનું આ યાન 6000 મીટર સુધી ઉંડે જશે, 12 કલાક સુધી 6000 મીટરની ઊંડાઈએ રહી શકે છે, 96 કલાકની ઈમર્જન્સી લાઈફ સપોર્ટ સિસ્ટમ, દરિયાઈ સંસાધનોની ઉપયોગ અને શોધખોળ માટે જરુરી મિશન, દરિયાઈ રોજગારનો સર્જન થશે, આ ગોળકાળ સબમરીનને ચેન્નાઈના રાષ્ટ્રીય મહાસાગર ટેકનોલોજી સંસ્થાને બનાવી છે અને 2.1 મીટરનો વ્યાસ ધરાવતી આ ગોળાકાર સબમરીનમાં 12 કેમેરા હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તો ટામેટાં વધુ મોંઘા થતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો
Next articleપટનામાં ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન ભરતા જ બંધ થઈ ગયુ એન્જિન