Home ગુજરાત સચિન ઠક્કર હત્યાનો મોબાઈલ વીડિયો બનાવનાર ઝડપાયો

સચિન ઠક્કર હત્યાનો મોબાઈલ વીડિયો બનાવનાર ઝડપાયો

17
0

(GNS),03

સચિન ઠક્કર હત્યા કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. સચિન અને તેના પિતરાઈ ભાઈ પરિતેષને બેરહેમીપુર્વક માર મારવામાં આવી રહ્યો હતો, તેનો મોબાઈલ વીડિયો બનાવનારને અને મોબાઈલ વીડિયો વાયરલ કરનારને પોલીસે શોધી કાઢી બંનેના નિવેદન લીધા છે અને બંનેના મોબાઈલ કબ્જે કર્યા છે. મોબાઈલ વીડિયો બનાવનાર મહત્વનો સાક્ષી બની શકે એમ હોવાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. મોબાઈલ વીડિયોનું સાયબર એક્સપર્ટ દ્વારા ઝીણવટ પૂર્વક એનાલિસીસ અને ટેક્નિકલ એનાલિસિસ તથા મોબાઈલ ટાવર લોકેશનની ડિટેલ તથા બતમીદારોની મદદથી આસપાસના વિસ્તારમાં સઘન તપાસ અને પૂછપરછને અંતે મોબાઈલ વીડિયો બનાવનાર અને તે વીડિયો વાયરલ કરનારને શોધવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ જારી રાખવામાં આવ્યો છે. બનાવની રાત્રીએ ટોપરાણી લેબમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સિક્યુરીટીગાર્ડની પુછપરછ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર પાર્થ પરીખને સાથે રાખી તેની માતા આશાબેનના મકાને તથા તેના લક્ષ્મીપુરા ખાતેના મકાનની ઝડતી કરી પંચનામું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે. આરોપી પાર્થ પરીખની પત્નીની પુછપરછ કરી નિવેદન લેવામાં આવેલ છે, પાર્થ પરીખના બેન્ક ખાતાઓની માહિતી એકત્રીત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઘટના સ્થળેથી ઘટનાના સમયે ગાડી લઈને ભગનાર શખ્સોની તપાસ કરવામાં આવી રહી હોવાનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે. સચિન હત્યા કેસમાં સામેલ ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિકાસ લોહાણા અને વાસીક અજમેરીના રિમાન્ડ મંગવામાં નહિ આવતા બંનેને જ્યૂડીશલ કસ્ટડી માં મોકલવા હુકમ કર્યો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર પાર્થના વધુ 7 દિવસના રિમાન્ડ મંગવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.સચિન ઠક્કરની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોહાણા સમાજ આક્રોષિત છે, ગૃહ રાજ્યમંત્રીને ગઈ કાલે રજુઆત બાદ આજે સમસ્ત લોહાણા સમાજ દ્વારા વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. જેમાં સચિનના પરિવારજનો, આગેવાનો, રાજકીય સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સચિનના પરિવારને ન્યાય, આરોપીઓને કડક સજા કરવા માટેની માગ સાથેના બેનરો પ્લે કાર્ડ સાથે આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલિલિયાના લોકાલોકી ગામે કોંગો ફિવરથી એકનું મોત
Next articleસીઆર પાટીલ સામે આરોપ મુકનાર 3 શખ્શોની ફરિયાદ નોંધી ધરપકડ કરાઈ