Home ગુજરાત લિલિયાના લોકાલોકી ગામે કોંગો ફિવરથી એકનું મોત

લિલિયાના લોકાલોકી ગામે કોંગો ફિવરથી એકનું મોત

16
0

(GNS),03

અમરેલી જિલ્લાના લિલિયા તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લિલિયાના એક 55 વર્ષિય પુરુષનું કોંગો ફિવરથી મોત થયુ છે. આરોગ્ય વિભાગે મૃતકના 23 જુલાઈના રોજ સેમ્પલ લીધા હતા. મૃતક ડાયાબિટીસ જેવી બીમારીથી ગ્રસ્ત હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. તેમનું એક સપ્તાહ પહેલા મોત થયુ હતુ. મોત થયા બાદ કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ ચોમાસાની સિઝનમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે ત્યારે કોંગો જેવી ખતરનાક બીમારીના લક્ષણો આવવા તે ઘણુ ચિંતા ઉપજાવે છે. હાલ ચોમાસા બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. જેમા ટાઈફોઈડ, ચિકનગુનિયા, મેલેરિયા, કમળો જેવા રોગોના કેસ વધુ નોંધાઈ રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી છે. જેમા ગેસ્ટ્રો, ઝાડા ઉલ્ટીના કેસમાં ધરખમ વધારો થયો છે. નાના બાળકોમાં કફ અને શરદીના કેસમાં પણ વધારો થયો છે. રોગચાળો અટકાવવા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદનાં થલેતજ વિસ્તારમાં કાગડાઓ લોકો પર તૂટી પડ્યા
Next articleસચિન ઠક્કર હત્યાનો મોબાઈલ વીડિયો બનાવનાર ઝડપાયો