Home ગુજરાત સુરતમાં સહકારી મંડળીમાં ટેકનિકલ ખામી સર્જાતા યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઇનો...

સુરતમાં સહકારી મંડળીમાં ટેકનિકલ ખામી સર્જાતા યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

22
0

(GNS),01

સુરત જિલ્લાના ખેડૂતો ભારે વરસાદ બાદ હવે યુરિયા ખાતર માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક તરફ ખાતરની અછત છે, તો બીજી તરફ સહકારી મંડળીમાં ટેકનિકલ ખામી સર્જાતા યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી છે. સમયસર યુરિયા ખાતરનો જથ્થો નહી મળતા કલાકો સુધી ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. માંગરોળ, ઉમરપાડા સહિત સમગ્ર વિસ્તારમાં યુરિયા ખાતરની સહકારી ડેપો અને મંડળીમાં અછત સર્જાતા ખેડૂતો પરેશાન છે.છેલ્લા ત્રણ ચાર દિવસથી માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ખાતરનો નહિવત જથ્થો આવે છે. જેથી વાંકલ સહકારી મંડળી સહિતની મંડળીઓમાં વહેલા તે પહેલાના ધોરણે ખાતરનું વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતોએ પાકની વાવણી કરી નાંખી છે ત્યારે હાલ ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ જરૂર છે. ત્યારે ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો પૂરતો નહી મળતા ખેડૂતો પરેશાન થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article12 વર્ષ પછી રેસલિંગ એસોસિએશનને મળશે નવા પ્રમુખ?…
Next articleવડોદરાની MS યુનિવર્સિટીમાં લૉ ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો