Home મધ્ય ગુજરાત અમદાવાદ ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ – રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : મુખ્યમંત્રી શ્રી...

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ – રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

40
0

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે : રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે

(જી.એન.એસ),તા૩૧

વલસાડ

ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.  

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગતો  કેબિનેટ મંત્રીશ્રીઓ અને મંત્રીશ્રીનું નામ સાથે જીલ્લા દર્શાવવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રીશ્રીઓમાં સોપવામાં આવેલા જિલ્લા મથકો આ પ્રકારે છે, શ્રી કનુભાઈ દેસાઈ – નવસારી જીલ્લો, શ્રી ઋષિકેશભાઈ પટેલ – વડોદરા જીલ્લો, શ્રી રાઘવજીભાઈ પટેલ – રાજકોટ જીલ્લો, શ્રી બળવંતસિંહ રાજપૂત  – સુરત જીલ્લો, શ્રી કુંવરજીભાઈ બાવળીયા – અમદાવાદ જીલ્લો, શ્રી મૂળુભાઈ બેરા – કચ્છ જીલ્લો, અને ડૉ. કુબેરભાઈ ડિંડોર – છોટાઉદેપુર જીલ્લો, શ્રીમતિ ભાનુબેન બાબરિયા – જૂનાગઢ જીલ્લો સોપવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીશ્રીઓમાં સોપવામાં આવેલા જિલ્લા મથકો આ પ્રકારે છે, જેમા ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી – દાહોદ જીલ્લો, શ્રી જગદીશ વિશ્વકર્મા – બનાસકાંઠા જીલ્લો, શ્રી પરષોત્તમભાઈ સોલંકી – ગીર સોમનાથ જીલ્લો, શ્રી બચુભાઈ ખાબડ – મહીસાગર જીલ્લો, શ્રી મુકેશભાઈ પટેલ – ગાંધીનગર જીલ્લો, શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા – ભાવનગર જીલ્લો, શ્રી ભીખૂસિંહજી પરમાર – પંચમહાલ જીલ્લો, અને શ્રી કુંવરજીભાઈ હળપતિ – નર્મદા જીલ્લો સોપવામાં આવ્યો છે.

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે તેમ, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.  

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે –
Next articleમાહિતી ખાતામાં ૩૩ વર્ષ સેવા આપ્યા બાદ કેમેરામેન પ્રવિણભાઈ સોરઠીયા વયનિવૃત્ત