(GNS),29
કોલકાતા હાઈકોર્ટે કોલકાતામાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ પર ઉત્તર પ્રદેશ સરકારની બુલડોઝર નીતિ પર ટિપ્પણી કરી છે. જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયે શુક્રવારે ગેરકાયદે બાંધકામ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને કહ્યું. કોલકાતાના માણિકતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના વિરોધમાં એક મહિલાએ કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે મામલે હાઈકોર્ટે કહ્યું કે “જો જરૂર હોય તો, યોગી આદિત્યનાથ પાસેથી કેટલાક બુલડોઝર ભાડે લો,”
કોલકાતાની એક મહિલાએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજીમાં ગેરકાયદે બાંધકામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ અને વહીવટીતંત્ર કામ કરતું નથી અને તેણી અસુરક્ષિત અનુભવી રહી છે. ત્યારે ન્યાયાધીશે કહ્યું, “એક-બે નહીં, આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે.” ત્યારે સુનાવણીમાં હાજર પાલિકાના વકીલને ન્યાયાધીશે જણાવ્યું હતું કે, જરૂર પડે તો ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવો. તે પછી જ ન્યાયાધીશે યુપીના સીએમ યોગીને બુલડોઝર ભાડે લેવા કહ્યું હતુ.
ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અને નગરપાલિકાના પ્રયાસો છતાં તેઓ ઘણીવાર કાર્યવાહી કરવામાં અસમર્થ હોય છે. કારણ કે તેમને બીજાના દબાણમાં કામ કરવું પડે છે. જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાયે કહ્યું કે, હું પોલીસ અને નગરપાલિકા વિશે કંઈ કહીશ નહીં. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે પોલીસ અને વહીવટીતંત્ર પર બહારનું દબાણ છે અને તેમના દબાણમાં કામ કરવું પડશે. આ પછી જજનું મહત્વપૂર્ણ નિવેદન આવ્યું, “કોઈ પણ દાદાગીરી સહન કરવામાં આવશે નહીં. ગુંડાગીરી વિરોધી પાંખના અધિકારીઓ ગુંડાઓને કેવી રીતે સીધા કરવા તે જાણે છે. જસ્ટિસ ગંગોપાધ્યાયે ફરી એકવાર કોલકાતા નગરપાલિકાને ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
બીજી તરફ જસ્ટિસ ગંગોપાધ્યાયની ટિપ્પણી બાદ ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે જસ્ટિસ ગંગોપાધ્યાય વાસ્તવમાં લોકપ્રિયતા ઈચ્છે છે. તેમને બંગાળ ભાજપ પર વિશ્વાસ નથી. એટલા માટે તે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો બંગાળ સરકારને બુલડોઝરની જરૂર હોય તો તે સરકારની સાથે છે. બીજી તરફ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ફિરહાદ હકીમે કહ્યું કે તેમની સરકાર બુલડોઝર પોલિસીમાં વિશ્વાસ નથી કરતી. તે કાયદાના દાયરામાં રહીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગે છે. તે જ સમયે, બંગાળ ભાજપના મીડિયા પ્રભારી શિશિર બાજોરિયાએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કોલકાતાની હાઈકોર્ટે એવી ટિપ્પણી કરવી પડી કે ઉત્તર પ્રદેશથી બુલડોઝર લાવી શકાય. બંગાળ સરકાર ગેરકાયદે બાંધકામને રક્ષણ આપે છે કારણ કે તેમાં TMC સામેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.