Home દેશ - NATIONAL જમ્મુ અને કાશ્મીર પર અલ-કાયદાએ “200 આતંકીઓ” તૈયાર કર્યા.. : યુએનના રિપોર્ટમાં...

જમ્મુ અને કાશ્મીર પર અલ-કાયદાએ “200 આતંકીઓ” તૈયાર કર્યા.. : યુએનના રિપોર્ટમાં દાવો

17
0

(GNS),28

જમ્મુ-કાશ્મીર પર આતંકવાદીઓની હંમેશા નજર રહી છે. ISIS, અલ કાયદા જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો લાંબા સમયથી ભારતમાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અલકાયદા ભારતના જમ્મુ-કાશ્મીર અને બાંગ્લાદેશ, મ્યાનમારમાં પગપેસારો કરી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના આગમન બાદ જાણે આ સંગઠનને તાકાત મળી છે. આ આતંકવાદી સંગઠને તાલિબાન સાથે મિત્રતા વધારી છે. તેના અહીં 400 ફાઇટર છે. અલકાયદા AQIS ની એક અલગ પાંખ જમ્મુ કાશ્મીર અને બાંગ્લાદેશ જેવા ભારતીય ઉપખંડમાં કામ કરે છે. ઓસામા મહમૂદ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારોમાં તેની પાસે 200 લડવૈયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલ કાયદા નવા સ્વરૂપમાં AQISની સ્થાપના કરી રહ્યું છે અને જમ્મુ કાશ્મીર, બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી તેની પહોંચ વધારી રહ્યું છે. અલકાયદાના કેટલાક લડવૈયાઓ કાં તો ઇસ્લામિક સ્ટેટ-ખોરસન પ્રાંત સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તો આ સંગઠનમાં જોડાવા માટે તૈયારી કરી રહ્યા છે. AQIS પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)માં જોડાવા માટે પણ તૈયારી કરી રહ્યું છે. TTP પાકિસ્તાનમાં સત્તા મેળવવા માગે છે. અફઘાનિસ્તાનની તર્જ પર તાલિબાનની આ પાંખ પાકિસ્તાનમાં સત્તા મેળવવા માંગે છે. ટીટીપીએ પાકિસ્તાનમાં પોતાની લડાઈ તેજ કરી છે. AQISએ 2014માં પાકિસ્તાન આર્મીના એક બ્રિગેડિયરની હત્યા કરવાનો દાવો કર્યો હતો. 2017માં પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. આ સંગઠને હજુ સુધી પાકિસ્તાનની બહાર કોઈ મોટો હુમલો કર્યો નથી.

AQISની શરૂઆત અલ કાયદાના ભૂતપૂર્વ વડા અયમાન અલ-ઝવાહિરી દ્વારા 2014માં કરવામાં આવી હતી. પાકિસ્તાની મૂળના આસીમ ઉમર તેના પ્રારંભિક સભ્ય હતા. હવે તેનું નેતૃત્વ ઓસામા મહમૂદ કરી રહ્યા છે, જે પાકિસ્તાની મૂળના હોવાનું કહેવાય છે. ઉમર યુએસ-અફઘાન સૈન્ય ઓપરેશનમાં માર્યો ગયો હતો. આ પછી, 2019 માં, મહેમૂદે તેની બાગડોર સંભાળી. અત્યાર સુધી AQIS અને IS-K વચ્ચે કોઈ ગઠબંધન હોવાના કોઈ અહેવાલ આવ્યા નથી. AQISનો ભારતમાં કોઈ આધાર નથી. 2015માં તેના ભારતીય વડા આસિફની ધરપકડ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રીનગરમાં 33 વર્ષ બાદ શિયા મુસ્લિમોએ કાઢ્યું મોહર્રમનું જુલૂસ
Next articleઅરુણાચલના પૈંગિનમાં ભૂકંપના આંચકા અનુભવાયા