(GNS),28
મણિપુર હિંસા અને ષડયંત્ર કેસમાં સીબીઆઈ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે સીબીઆઈએ હિંસા અને ષડયંત્ર સંબંધિત 6 એફઆઈઆર નોંધી છે. આ કેસમાં તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે CBI વાયરલ વીડિયો કેસમાં પણ નવી FIR એટલે કે સાતમી FIR પણ નોંધશે. આપને જણાવી દઈએ કે મણિપુરમાં 86 દિવસથી હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. દરમિયાન, કેન્દ્રએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમણે મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડના કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલયે, તેના સચિવ અજય કુમાર ભલ્લા દ્વારા, સર્વોચ્ચ અદાલતમાં એક સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં સુપ્રીમ કોર્ટને આ કેસની સુનાવણી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે મણિપુરની બહાર ટ્રાન્સફર કરવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપવાની સાથે ગૃહ મંત્રાલયે પણ રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો તેજ કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ મેઇતેઈ અને કુકી બંને સમુદાયના ટોચના પ્રતિનિધિઓના સંપર્કમાં છે. બંને સમુદાયોને વાટાઘાટના ટેબલ પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બે સમુદાયો વચ્ચે સમાધાન અંગે અભિપ્રાય વિભાજિત હોવા છતાં, સરકાર ટૂંક સમયમાં મંત્રણામાં સફળતાની આશા રાખે છે. આપને જણાવી દઈએ કે મણિપુરમાં બે મહિલાઓને આપત્તિજનક હાલતમાં પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો હતો. આ બંને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે એક પીડિતાના પિતા અને ભાઈએ વિરોધ કર્યો ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.
20 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સુઓમોટો જાહેર કર્યો હતો. SCએ કહ્યું હતું કે વીડિયો ચોંકાવનારો છે. હિંસા માટે મહિલાઓનો ઉપયોગ કરવો એ બંધારણીય લોકશાહીમાં બિલકુલ સ્વીકાર્ય નથી. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર અને મણિપુર સરકારને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા અને કાર્યવાહીની જાણ કરવા નિર્દેશ આપ્યો છે. હવે કેન્દ્ર સરકારે આ ઘટના અંગે પોતાનો જવાબ દાખલ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 26 જુલાઈના રોજ લખેલા પત્ર દ્વારા મણિપુર સરકારે વધુ તપાસ માટે કેસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી છે. ગૃહ મંત્રાલયે 27 જુલાઈએ આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો. બેંચ હવે 28 જુલાઈના રોજ મણિપુરમાં જાતિ હિંસા સંબંધિત અરજીઓની સુનાવણી કરશે.\
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.