Home દુનિયા - WORLD મલેશિયન બોલરે ટી20માં 7 વિકેટ ઝડપી, પ્રથમ બોલર

મલેશિયન બોલરે ટી20માં 7 વિકેટ ઝડપી, પ્રથમ બોલર

19
0

(GNS),27

મલેશિયાના ઓછા જાણીતા એવા ઝડપી બોલર સિઝરૂલ ઇદ્રુસે બુધવારે ધાતક બોલિંગ કરીને એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં તે એવો પ્રથમ બોલર બન્યો હતો જેણે મેચમાં સાત વિકેટ ઝડપી હોય. ચીન સામેની ટ20 વર્લ્ડ કપ એશિયા-બી ક્વોલિફાયર મેચમાં સિઝરૂલે માત્ર આઠ રન આપીને સાત વિકેટ ઝડપી હતી. મેન્સ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. અગાઉ નાઇજીરિયાના પીટર અહોએ પાંચ રન આપીને છ વિકેટ ઝડપી હતી. તેણે સિએરા લિઓન સામે 2021માં આ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ સાથે મલેશિયાએ ચીન સામેની મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી.

આઇસીસીના સદસ્ય હોય અને ટેસ્ટ રમતા હોય તેવા દેશોમાં ભારતનો દીપક ચાહર શ્રેષ્ઠ બોલિંગમાં મોખરે છે. તેણે 2019માં નાગપુર ખાતે બાંગ્લાદેશ સામેની ટી20 ઇન્ટરનેશનલ મેચમાં સાત રનમાં છ વિકેટ ઝડપી હતી જ્યારે શ્રીલંકાના અજન્તા મેન્ડીસે 2012માં ઝિમ્બાબ્વે સામે આઠ રન આપીને છ વિકેટ ઝડપી હતી. મૂળ ભારતીય એવા દિનેશ નાકરાણીએ યુગાન્ડા માટે રમતી વખતે લેસોથો સામે 2021માં સાત રનમાં છ વિકેટ ઝડપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓવલ ટેસ્ટ બાદ ડેવિડ વોર્નરની નિવૃત્તિ અંગેનું સસ્પેન્સ ઘેરાયું
Next articleપ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશને અર્પણ કર્યું