Home મનોરંજન - Entertainment સની દેઓલે પાકિસ્તાનમાં ગદરની ઝલક આપી

સની દેઓલે પાકિસ્તાનમાં ગદરની ઝલક આપી

16
0

(GNS),27

ગદરનાં પ્રથમ પાર્ટમાં હેન્ડ પંપ ઉખાડ્યા બાદ બીજા પાર્ટમાં સની હથોડો ચલાવતો અને પૈડું ફેરવતો નજરે પડે છે, મુંબઇમાં ગદર ટુનાં ટ્રેલરનું ભવ્ય લોંચિંગ કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે ફિલ્મનાં કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં સની, અમીષા, ઉત્કર્ષ સહિતની સંપૂર્ણ કાસ્ટ હાજર હતી. 22 વર્ષ બાદ સુપરરહીટ ફિલ્મ ગદરનો પાર્ટ ટુ રિલીઝ થઈ રહ્યો છે. પ્રથમ પાર્ટમાં તારાસિંહ (સની દેઓલ) તેની પત્ની સકીના (અમીષા પટેલ)ને બચાવવા પાકિસ્તાન જાય છે, જ્યારે આ વખતે તે પોતાના પુત્ર ચરણજીત ઉર્ફે જીતે (ઉત્કર્ષ શર્મા) ને બચાવવા માટે સરહદ પાર જશે. ઉત્કર્ષ સૈનિકનાં રોલમાં છે. પ્રથમ પાર્ટમાં બાળક જીતે હવે મોટો થઈ ગયો છે. ટ્રેલર પરથી લાગે છે કે ફિલ્મ એક્શન અને ઇમોશનથી ભરપૂર છે.

ટ્રેલરની શરૂઆત અગલા જુમ્મા દિલ્હી મેં જેવા ડાયલોગથી થાય છે, જે પાકિસ્તાઓ જોર જોરથી બૂમો પાડે છે. ત્યારબાદ તારા સિંહ બોર્ડર પર ભારતનાં જવાનોની સાથે પાકિસ્તાની આર્મીનો સફાયો કરતા નજરે પડે છે. એક દિવસ તેમનાં પુત્રને પાકિસ્તાનમાં કેદ કરી લેવામાં આવે છે. પુત્રને છોડાવવા તારા સિંહ પાકિસ્તાન જાય છે અને ત્યાં જઇને ગદર મચાવીને દુશ્મનોને ધૂળ ચટાવે છે. ફિલ્મમાં બાપ-દીકરાના ભાવનાત્મક સંબંધો બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મ ભારત-પાકિસ્તાન યુધ્ધનાં બેકગ્રાઉન્ડમાં બનાવવામાં આવી છે. આ વખતે એક નહીં પણ બે વિલન છે.

પ્રથમ પાર્ટમાં મેયર અશરફ અલીની ભૂમિકા ભજવનાર અમરીશ પુરી હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે મનીષ વાઘવા અને રોહિત ચૌધરી વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. 2001માં રિલીઝ થયેલી ગદરનું બજેટ લગભગ 19 કરોડ રૂપિયા હતું અને તેણે એ જમાનામાં 100 કરોડનો બિઝનેસ કર્યો હતો. એ વખતે ફિલ્મ 350 સ્ક્રિન પર રિલીઝ થઈ હતી અને 10 કરોડ ટિકિટો વેચાઇ હતી. ગદર ટુ માટે સનીએ રૂ. પાંચ કરોડ, અમીષાએ રૂ. બે કરોડ ચાર્જ કર્યા છે. અમીષાનો રોલ ઘણો નાનો છે, જ્યારે સનીની પુત્રવધુનાં રોલમાં નવી અભિનેત્રી સિમરત કૌરની એન્ટ્રી થઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘જવાન’માં એક સોન્ગના શૂટિંગ માટે ફિલ્મના બજેટ જેટલો ખર્ચ
Next articleOMG 2ને 20 કટ્સ અને એડલ્ટ સર્ટિફિકેટ સાથે સેન્સર બોર્ડની મંજૂરી