Home રમત-ગમત Sports ઈમર્જિંગ એશિયા કપમાં ભારત-એનો પાકિસ્તાન-એ સામે 128 રને પરાજય

ઈમર્જિંગ એશિયા કપમાં ભારત-એનો પાકિસ્તાન-એ સામે 128 રને પરાજય

17
0

(GNS)

ઈમર્જિંગ એશિયા કપની ફાઈનલમાં યશ ઢુલના નેતૃત્વ હેઠળની ભારત-એ ટીમનો પાકિસ્તાન-એ સામે 128 રને પરાજય થયો હતો. ભારત સામે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન-એ તૈયબ તાહિરના 108 રનની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટે 352 રન કર્યા હતા. જવાબમાં ઈન્ડિયા-એ 40 ઓવરમાં 224 રનમાં ઓલ આઉટ થઈ જતા પાકિસ્તાન-એ સળંગ બીજા વર્ષે ઈમર્જિંગ એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું. ભારત-એનો ટુર્નામેન્ટમાં આ સૌપ્રથમ પરાજય રહ્યો હતો. પાક.ના 353 રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી ભારત-એ ટીમમાંથી અભિષેક શર્માએ સર્વાધિક 61 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન યશ ઢુલે 41 બોલમાં 39 રન ફટકાર્યા હતા. આમને બાદ કરતા ભારતીય ટીમનો અન્ય કોઈપણ બેટ્સમેન 30થી વધુ રન કરી શક્યો નહતો.

પાકિસ્તાન-એ તરફથી સુફિયાન મુકીને ત્રણ વિકેટ જ્યારે મેહરાન મુમતાઝે બે, અરશદ ઈકબાદસ મુબાસિર ખાન અને મોહમ્મદ વસીમ જુનિયરે એક-એક વિકેટ ઝડપી હતી. આ મેચમાં ખરાબ અમ્પાયરિંગની ટીકા પણ થઈ હતી. ભારતના બેટ્સમેન સાઈ સુદર્શનને નો-બોલ પર કેચ આઉટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિકિન જોશનો કેચ થાઈ પેડ પર બોલ લાગીને કરવામાં આવ્યો હોવા છતાં તેને કોટ બિહાઈન્ડ આઉટ જાહેર કરાયો હતો. અમ્પાયરના આ ખરાબ નિર્ણયને પગલે ભારતને નુકસાન થયું હતું. ટોસ જીતીને ભારતે ફિલ્ડિંગ લીધી હતી. પાક.ના ઓપનર સૈયમ અયુબ (59) અને સાહિબઝાદા ફરહાને (65) મજબૂત શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી. મેન ઓફ ધ મેચ તૈયબ તાહિરે 71 બોલમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 108 રન ફટકારીને પાક. માટે મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ભારત તરફથી હંગાર્ગેકર અને પરાગે બે-બે જ્યારે હર્ષિત, માનવ અને નિશાંતે એક-એક વિકેટ મેળવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોહલીની શાનદાર સદી, 500મી ઇન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન
Next articleવેસ્ટ ઈન્ડિઝ પ્રથમ દાવમાં 255માં ખખડ્યું, ભારત બીજા દાવમાં 98/1