Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, Sensex 67074 ઉપર ખુલ્યો

ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, Sensex 67074 ઉપર ખુલ્યો

14
0

(GNS)20

સતત તેજી નોંધાવનાર ભારતીય શેરબજારની આજે વીકલી એક્સપાયરી એટલેકે ગુરુવારે 20 જુલાઈ 2023 ના રોજ ફ્લેટ શરૂઆત થઇ છે. જોકે આજે કારોબારનો પ્રારંભ સેન્સેક્સ અને નિફટીએ લાલ નિશાન નીચે કર્યો છે. અત્યંત નજીવા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે. સેન્સેક્સ 67,074.34 જયારે નિફટી 19,831.70 ઉપર ખુલ્યો હતો.

બુધવારે પણ ભારતીય શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ થયા હતા. સેન્સેક્સ 302.30 અંક અથવા 0.45% વધારા સાથે 67,097.44 ઉપર બંધ થયો હતો. આ સામે નિફટીએ 9,833.15 ઉપર કારોબાર સમેટયો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 83.90 પોઇન્ટ મુજબ 0.42% ની તેજી જોવા મળી હતી. બુધવારના કારોબાર દરમિયાન બંને મુખ્ય ઈન્ડેક્સએ નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. બુધવારે 19 જુલાઈના કારોબાર દરમિયાન સેન્સેક્સ 67,171.38 ના અને નિફટી 19,851.70 ના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યો હતો.

યુનાઇટેડ કિંગડમમાં ફુગાવો જૂનમાં અર્થશાસ્ત્રીઓની અપેક્ષા કરતાં વધુ નરમ થયા બાદ બુધવારે યુએસ ડોલરમાં ઉછાળો આવ્યો હતો જેના કારણે અન્ય મુખ્ય ચલણો સામે પાઉન્ડ તીવ્ર ઘટાડો થયો હતો. બ્રિટનનો ફુગાવાનો દર એક વર્ષમાં સૌથી ધીમો 7.9 ટકા હતો, ડેટા અનુસાર જે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પર વ્યાજદરમાં તીવ્ર વધારો કરવાનું ચાલુ રાખવાનું દબાણ ઓછું કરશે. રોઇટર્સ દ્વારા મતદાન કરાયેલ અર્થશાસ્ત્રીઓએ મોટે ભાગે મેના 8.7 ટકાથી જૂનથી 12 મહિનામાં 8.2 ટકાની નાની મંદીની આગાહી કરી હતી.

FII અને DII દેતા પર પણ એક નજર કરીએ તો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 1,165.47 કરોડના શેર ખરીદ્યા છે જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 19 જુલાઈના રોજ રૂપિયા 2,134.54 કરોડના શેર વેચ્યા હતા એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના સૂત્રો તરફથી માહિતી ઉપલબ્ધ થઇ છે. NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ પર પણ નજર કરીએ તો, NSE એ ડેલ્ટા કોર્પ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, મણપ્પુરમ ફાઈનાન્સ અને RBL બેંકને જાળવી રાખતા, 20 જુલાઈ માટે L&T ફાઈનાન્સ હોલ્ડિંગ્સ અને પોલિકેબ ઈન્ડિયાને તેની F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યા છે. F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે.

આજની અગત્યની ઘટના પર પણ જો નજર કરીએ તો, ડાઉ સતત 8મા દિવસે ઉછળ્યો અને 35000ને પાર દેખાયો હતો અને જો JIO ફાઇનાન્સનું ડિમર્જર: RILમાં સ્પેશિયલ પ્રી-ઓપન સેશન પણ થયું હતું નિફ્ટી જાયન્ટ્સ ઈન્ફોસિસ અને HULના પરિણામ જાહેર થયા હતા અને ગઈકાલે અને આજે આવેલા 7 F&O પરિણામો પર કાર્યવાહી પણ કરવામાં આવી

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય મૂળની સાત વર્ષની બાળકીને ‘પોઈન્ટ્સ ઓફ લાઈટ’ એવોર્ડ મળ્યો
Next articleવિશ્વભરમાં વોટ્સએપ ડાઉન, અડધા કલાક પછી પુનઃસ્થાપિત, કંપનીએ ટ્વિટ કર્યું- હેપ્પી ચેટિંગ