Home દેશ - NATIONAL ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં સુધારો થયો, હવે વિઝા વિના 57 દેશોમાં જઈ શકશે...

ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં સુધારો થયો, હવે વિઝા વિના 57 દેશોમાં જઈ શકશે ભારતીયો

17
0

(GNS)

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં સિંગાપોરના પાસપોર્ટને આ વર્ષે સૌથી શક્તિશાળી ગણાવવામાં આવ્યો છે. તેના દ્વારા અહીંના લોકો વિશ્વના 227 દેશોમાંથી 192 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકશે. સતત 5 વર્ષથી ટોચના સ્થાને રહેલો જાપાની પાસપોર્ટ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જાપાની પાસપોર્ટ 189 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં ભારતના રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે તે 85માં ક્રમે હતું, ભારતીય પાસપોર્ટ હવે પાંચ પોઈન્ટના સુધારા સાથે 80મા ક્રમે પહોંચી ગયો છે.

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે પાસપોર્ટ પાવરફુલ કેવી રીતે બને છે, તેનો અર્થ શું છે, તેનું રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે અને ભારતનું રેન્કિંગ કેમ સુધર્યું છે? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, દેશના પાસપોર્ટની તાકતવારનો અર્થ એ છે કે તે દેશના લોકો વિઝા વિના મોટાભાગના દેશોમાં મુસાફરી કરી શકે છે. ઉદાહરણ તરીકે, સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે અને અહીંના લોકો વિઝા વિના વધુમાં વધુ 192 દેશોમાં મુસાફરી કરી શકે છે. એ જ રીતે, જર્મની, ઇટાલી અને સ્પેન બીજા ક્રમે છે અને આ પાસપોર્ટ સાથે તમે 190 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકો છો.

પાસપોર્ટ રેન્કિંગ તૈયાર કરવાનું કામ લંડન સ્થિત ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવે છે. આ એજન્સી દર વર્ષે રેન્કિંગ બહાર પાડે છે. રેન્કિંગ કયા આધારે નક્કી થાય છે, હવે તે પણ સમજીએ. હેનલી એન્ડ પાર્ટનર્સ કન્સલ્ટન્સીનું પાસપોર્ટ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા પર આધારિત છે. રેન્કિંગ માટે ઘણા પરિબળો જવાબદાર છે. ઉદાહરણ તરીકે, જો કોઈ દેશ બીજા દેશના લોકોને વિઝા વિના પ્રવેશ આપે છે, તો તે મહેમાન દેશને 1 પોઇન્ટ આપવામાં આવે છે. વિઝા ઓન અરાવલ, વિદેશ પ્રવાસ સાથે જોડાયેલા કેટલાક ફેક્ટર અને દેશોના પરસ્પર સંબંધો સહિત ઘણા પરિબળો પણ આ માટે જવાબદાર છે. જે નક્કી કરે છે કે તમારા દેશનો પાસપોર્ટ રેન્કિંગ મજબૂત રહેશે કે નબળો. આ સિવાય દરેક દેશમાં વિઝા માટે અલગ-અલગ માર્ગદર્શિકા છે, જે દેશ તેને પૂર્ણ કરે છે તેને સરળતાથી વિઝા મળી જાય છે. કયા દેશો તે માંગને પહોંચી વળવા સક્ષમ છે? આ પરિબળ ઇન્ડેક્સના રેન્કિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ભારતનું રેન્કિંગ કેવી રીતે સુધર્યું?… તે જાણો.. ભારતની વાત કરીએ તો હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં આપણો પાસપોર્ટ 80માં સ્થાને છે. ભારતીયો વિઝા વિના અથવા વિઝા ઓન અરાવલ દ્વારા વિશ્વના 57 દેશોમાં પ્રવાસ કરી શકે છે. વિઝા ઓન અરાવલ એટલે કોઈ દેશમાં પહોચવા પર મળેલ વિઝા. મીડિયાના અહેવાલોમાં દેશો સાથે ભારતના વધુ સારા સંબંધો અને વધતી અર્થવ્યવસ્થાનો વ્યાપ ભારતના પાસપોર્ટને મજબૂત બનાવવાના મુખ્ય કારણો છે. સૌથી ખરાબ પાસપોર્ટ રેન્કિંગવાળા દેશોની લીસ્ટ પણ જાણો.. વિશ્વના સૌથી નબળા પાસપોર્ટ રેન્કિંગવાળા દેશોમાં અફઘાનિસ્તાન (103), ઈરાક (102), સીરિયા (101), પાકિસ્તાન (100) અને યમન (103)નો સમાવેશ થાય છે. આ રીતે, અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી નબળો પાસપોર્ટ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંસદના ચોમાસુ સત્રના 17 દિવસમાં 21 બિલ પાસ કરાવવાની તૈયારી
Next articleહેલ્થ કેર પ્રોડક્ટ નિર્માતા જ્હોન્સન એન્ડ જ્હોન્સન, કેલિફોર્નિયાના એક વ્યક્તિને દંડ તરીકે $18.8 મિલિયન ચૂકવશે