Home રમત-ગમત Sports પોલ વલ્થાટીએ નિવૃત્તિની જાહેરાત કરી

પોલ વલ્થાટીએ નિવૃત્તિની જાહેરાત કરી

15
0

(GNS)

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2011ની સિઝનમાં આ ખેલાડીએ એવો જબરદસ્ત પ્રભાવ પાડ્યો હતો કે તેને ટીમ ઈન્ડિયાનો ભાવિ સ્ટાર માનવામાં આવતો હતો. તે કિંગ્સ ઈલેવન પંજાબ માટે એટલું સારું ક્રિકેટ રમ્યો રમ્યો કે એક સમયે તો ટીમની બેટિંગ તેની આસપાસ કેન્દ્રિત થઈ ગઈ હતી. બેટિંગ ઉપરાંત, પોલ વલ્થાટી મીડિયમ ફાસ્ટ બોલિંગમાં પણ કાબેલ હતો. આ પ્રતિભાશાળી ખેલાડીની કારકિર્દી લાંબી હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ વલ્થાટી ટૂંક સમયમાં જ ક્રિકેટની દુનિયાથી ખોવાઈ ગયો અને લોકો તેને જલ્દી ભૂલી પણ ગયા. વલ્થાટી ભલે ટીમ ઈન્ડિયા માટે મોટા સ્તરે રમ્યો ન હોય, પરંતુ તે 2002ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સભ્ય હતો અને આ ટીમમાં ઈરફાન પઠાણ અને પાર્થિવ પટેલ જેવા ખેલાડીઓ તેમની સાથે હતા. આ મહત્વની ટુર્નામેન્ટમાં ઈજાના કારણે તેને વધુ મેચ રમવાની તક મળી ન હતી. વલ્થાટીને અંડર 19 વખતે એક બાઉન્સર એવો આંખ પર વાગ્યો હતો કે તેને આંશિક રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો અને બે વર્ષ સુધી બરાબર રીતે જોઈ પણ શકતો નહોતો. વલ્થાટીની પ્રતિભાની સરખામણીમાં તેની કારકિર્દી અને સિદ્ધિઓ બહુ મોટી ન હતી.

માત્ર પાંચ ફર્સ્ટ ક્લાસ અને 34 T20 મેચ રમનાર પૉલે હવે 39 વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેની કમનસીબી હતી કે તે તેની આઈપીએલ 2011 ની સફળતાને વધુ પુનરાવર્તિત કરી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ ગાયબ થઈ ગયો. 2011ની સિઝનમાં તેણે 14 મેચમાં 35.61ની એવરેજથી 463 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે . ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કિંગ્સ ઈલેવન માટે 63 બોલમાં અણનમ 120 રન કર્યા બાદ તેણે ઘણી ખ્યાતિ મેળવી હતી. આ ઇનિંગમાં તેણે 19 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આઈપીએલમાં, વલ્થાટીએ 23 મેચ રમી અને 505 રન બનાવવા ઉપરાંત 7 વિકેટ લઈને બોલિંગમાં પણ પોતાની ઉપયોગીતા સાબિત કરી. કિંગ્સ ઇલેવન પંજાબ ઉપરાંત તે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમ્યો હતો. વલથાટીએ આઈપીએલમાં છેલ્લી મેચ 2013ની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમી હતી. ક્રિકેટ કારકિર્દીના અંતિમ તબક્કામાં વલ્થાટી એર ઈન્ડિયા તરફથી રમ્યો હતો. મુંબઈમાં જન્મેલા વલથતીની ગણના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં થતી હતી પરંતુ તે મહત્વપૂર્ણ પ્રસંગોએ ઈજા કે અન્ય કારણોસર વધુ સફળતા મેળવી શક્યો ન હતો અને હવે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજના લોકોને પણ પસંદ આવે છે કાજોલની આ 4 ફિલ્મો
Next articleવર્લ્ડકપ ૨૦૨૩ પહેલા ભારતીય ટીમમાં 2 દિગ્ગજ બોલરો ફિટ, ખતરનાક બેટરની વાપસી