રેખા ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. રેખા ઝુનઝુનવાલાએ પોર્ટફોલિયોમાં ટાટા ગ્રુપની આ કંપની ટાઇટન છે. રેખા ઝુનઝુનવાલાએ ટાઇટન કંપનીના 600000 વધુ શેર ખરીદ્યા છે. તેણે ટાઇટનના આ શેર જૂન 2023ના ક્વાર્ટરમાં ખરીદ્યા હતા. ટાઈટન જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના મનપસંદ સ્ટોક રહ્યા છે. ટાઇટનનો શેર મંગળવારે બી.એસ.સી (BSE) પર રૂપિયા 2995.15 પર બંધ થયો હતો. ટાઇટન જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનો પસંદગીનો સ્ટોક રહ્યો છે. ઝુનઝુનવાલાએ આ સ્ટોક દ્વારા સારી કમાણી પણ મેળવી હતી. ટાઇટનના સ્ટોકની 52-wk ની ઉંચી સપાટી 3,211.10 જયારે આ સમયગાળાનું નીચલું સ્તર 2,190.00 છે. શેર 5 વર્ષમાં 248.27% રિટર્ન આપી ચુક્યો છે. TITAN કંપનીના શેરે 1 વર્ષમાં 33.73% રિટર્ન આપ્યું છે. 755.50 રૂપિયાનો રોકાણકારોને પ્રતિશેર ફાયદો થયો છે.
રેખા ઝુનઝુનવાલાની પાસે હવે ટાઇટન કંપનીના 4,75,95,970 શેર છે. એટલે કે કંપનીમાં ઝુનઝુનવાલાની ભાગીદારી વધીને 5.36% થઈ ગઈ છે. શેરહોલ્ડિંગનો આ ડેટા જૂન 2023 ક્વાર્ટર સુધીનો છે. રેખા ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં ટાઇટનના શેર ખરીદ્યા હતા. રેખા ઝુનઝુનવાલાએ માર્ચ 2023ના ત્રિમાસિક ગાળામાં ટાઇટનના 4,69,45,970 શેર અથવા કંપનીમાં 5.29% હિસ્સો ધરાવે છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ પણ જૂન ક્વાર્ટરમાં ટાઇટનમાં તેમનો હિસ્સો વધાર્યો હતો. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જૂન 2023 ક્વાર્ટરમાં કેટેગરી-1માં તેમનો હિસ્સો વધારીને 17.79% કર્યો છે. માર્ચ ક્વાર્ટરમાં આ હિસ્સો 16.86 ટકા હતો. દરમિયાન, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ ટાઇટનમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે. જૂન 2023 ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સે ટાઇટનમાં 5.52 ટકા હિસ્સો રાખ્યો હતો જે માર્ચ ક્વાર્ટરમાં 5.78 ટકા હતો. તે જ સમયે, LICનો હિસ્સો પણ ઘટીને 1.77% પર આવી ગયો છે, જે માર્ચ ક્વાર્ટરમાં 2.09% હતો.
ડિસ્ક્લેમર પણ વાંચી લેજો : આ અહેવાલમાં ફક્ત સ્ટોકના પ્રદર્શન વિશેની માહિતી આપવામાં આવી છે. આ માહિતી આપવાનો પ્રયાસ છે તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમારે તમારા સલાહકારની સલાહ અવશ્ય લેવી જોઈએ. નફાની ગણતરી સાથે કરવામાં આવેલું રોકાણ નુકસાન પણ કરાવી શકે છે. આ માટે રોકાણ સાવચેતી અને નિષ્ણાંતોની સલાહ સાથે કરવું જરૂરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.