(GNS),16
વડાપ્રધાન મોદી ફ્રાન્સ બાદ દુબઈની યાત્રા કરીને 15 જુલાઈના રોજ ભારત પરત ફર્યા હતા. તેમના આ પ્રવાસથી ભારતીય UPIને ફાયદો થયો છે. છેલ્લા 2 દિવસમાં તેમણે બંને દેશોમાં UPIની મંજૂરી લઈને મોટી ઉપલબ્ધિ મેળવી છે. વડાપ્રધાન મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ વચ્ચે Mou સાઈન થયો છે. જેમા હવે UAEના દુબઈમાં પણ UPIનો ઉપયોગ ભારતીયો કરી શકે છે. UAEમા વડાપ્રધાન મોદીએ ધડાધડ 2 મહત્વની ડીલ કરી હતી. પહેલી UPIના ઉપયોગની મંજૂરી અને બીજી લોકલ કરેન્સીની લેનદેનની ડીલ. RBIએ જણાવ્યું કે તેમણે ભારતીય રુપિયા અને UAEના ચલણ દિરહમના ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે UAEના સેન્ટ્રલ બેન્ક સાથે ડીલ કરી છે. આ નિર્ણયથી UAEમાં રહેતા અને દુબઈ ફરવા જતા લોકોને ફાયદો થશે. બંને દેશો વચ્ચે વેપારમાં વધારો થશે. આ ડીલ અનુસાર ભારતીય UPI અને UAEના ઈન્સ્ટેન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ એક સાથે લિંક થશે. ઝડપથી પેમેન્ટ થાય તેના માટે બંને દેશના પ્લેટફોર્મને લિન્ક કરવામાં આવશે. સાથે જ બંને દેશોના લોકલ કાર્જ સ્વિચેઝ એટલે કે રુપે સ્વિચ અને યુએઈ સ્વિચને લિંક કરવાનું પ્રપોઝલ આપવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.