(GNS),15
ભારતીય ટેલિવિઝન પર આજકાલ એક જ સિરિયલ છવાયેલી છે અને મોટાભાગના દર્શકોને પોતાની સાથે જોડી રાખવામાં સફળ રહી છે, આ શોનું નામ છે અનુપમા. આ સીરિયલ લોકોને ખૂબ જ પસંદ પડી છે. જેથી તેણે ટીઆરપી ચાર્ટમાં સતત ટોપ પર જગ્યા જાળવી રાખી છે. ટીવી ઇન્ડસ્ટ્રીનો ટોપ રનિંગ શો બની ગયો છે. પરંતુ, શું તમે જાણો છો કે આ શોમાં કામ કરતા કલાકારોની ફી પણ તગડી છે? રૂપાલી ગાંગુલીથી લઈને સુધાંશુ પાંડે સુધી આ સીરિયલના તમામ સ્ટાર્સ દરેક એપિસોડ માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે.
રૂપાલી ગાંગુલી ની વાત કરીએ તો.. આ સીરિયલમાં અનુપમાનો લીડ રોલ અભિનેત્રી રૂપાલી ગાંગૂલી કરી રહી છે, જેના પાત્રને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર રૂપાલી એક એપિસોડ માટે 30 હજારથી 35 હજાર સુધીની ફી લેતી હતી. પરંતુ સીરિયલની લોકપ્રિયતા વધ્યા બાદ તેણે પોતાની ફીમાં પણ વધારો કર્યો છે. હવે એક એપિસોડ માટે 3 લાખ રૂપિયા ફી વસૂલે છે. ગૌરવ ખન્નાની વાત કરીએ તો.. સીરિયલમાં અનુપમાના પતિ અનુજનો રોલ કરી રહેલા ગૌરવ ખન્ના પણ સૌથી વધુ ફી વસૂલવાના આ લિસ્ટમાં સામેલ છે. ગૌરવ એક એપિસોડ દીઠ 1.5 લાખ રૂપિયા લે છે. સુધાંશુ પાંડેની વાત કરીએ તો..અનુપમાના પૂર્વ પતિ વનરાજ શાહનું પાત્ર ભજવતા સુધાંશુ પાંડે પણ દરેક એપિસોડ માટે ગૌરવ ખન્ના જેટલી જ ફી લે છે. એટલે કે સુધાંશુ પણ એક એપિસોડ દીઠ 1.5 લાખ ચાર્જ કરે છે. મદાલસા શર્માની વાત કરીએ તો..અનુપમામાં કાવ્યાનો રોલ કરનારી મદાલસા શર્મા દરેક એપિસોડ માટે 30થી 35 હજાર ફી લે છે. મુસ્કાન બામનેની વાત કરીએ તો.. સીરિયલમાં અનુપમાની દીકરી પાખીનો રોલ કરી રહેલી મુસ્કાન બામને પણ 30થી 35 હજાર રૂપિયા વચ્ચે ચાર્જ કરે છે.
નિધિ શાહની વાત કરીએ તો..અનુપમાની વહુ કિંજલ એટલે કે નિધિ શાહ એક એપિસોડ દીઠ લગભગ 32 હજાર ફી લે છે. તેનું કિંજુ બેબીનું પાત્ર ખૂબ પ્રખ્યાત છે. અલ્પના બુચની વાત કરીએ તો.. અનુપમાની બા એટલે કે અલ્પના બુચ પોતાના સમયની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. તે અનુપમા માટે એપિસોડ દીઠ આશરે 25,000 રૂપિયા લે છે. આશિષ મેહરોત્રાની વાત કરીએ તો.. અનુપમાના મોટા પુત્ર તોષૂનો રોલ કરનાર આશિષ મેહરોત્રાને દરેક એપિસોડ માટે 40થી 45 હજાર ફી મળે છે. અરવિંદ વૈદ્યની વાત કરીએ તો.. અનુપમાના બાબુજી એટલે કે અરવિંદ વૈદ્ય પણ આ શોનો મહત્વનો ભાગ છે. તેમના બાબુજીના પાત્રને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અરવિંદ આ શો માટે એપિસોડ દીઠ લગભગ 25 હજાર ચાર્જ કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.