Home ગુજરાત ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર મૈત્રીપૂર્ણ સેવા કેન્દ્રોનો વર્કશોપ...

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર મૈત્રીપૂર્ણ સેવા કેન્દ્રોનો વર્કશોપ યોજાયો

19
0

કિશોરોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અંગે તમામ જિલ્લાઓના અધિકારીશ્રીઓ અને સેવા કેન્દ્રોના વડાને તાલીમબદ્ધ કરાયા

(જી.એન.એસ),તા.૧૧

ગાંધીનગર, 

દેશમાં કિશોરોના આરોગ્યની સ્થિતિને સુધારવા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાના અભિગમથી ભારત સરકારે વર્ષ ૨૦૧૪ માં કિશોર આરોગ્ય સલાહકારો (એડોલેસન્ટ કાઉન્સેલર) અને પીઅર એજ્યુકેટરની મદદથી સમુદાયસ્તરે વધુ સારી સેવા પહોંચાડવાના હેતુથી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ- RKSK શરુ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ ઝોનના તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ અને કિશોર મૈત્રીપૂર્ણ સેવા કેન્દ્રો- AFHC સેન્ટરના વડાને માહિતગાર કરવા તેમજ તાલીમ માટે ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે આવેલા ગીર ફાઉન્ડેશનમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. RKSK કાર્યક્રમ હાલ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લા અને ૪ કોર્પોરેશન ખાતે કાર્યરત છે. ગાંધીનગર ઝોનમાં ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર કોર્પોરેશનમાં કિશોર મૈત્રીપૂર્ણ સેવા કેંન્દ્ર એટલે કે એડોલેસન્ટ ફ્રેંડલી હેલ્થ સેન્ટર- એ.એફ.એચ.સી કાર્યરત છે. આ તાલીમ વર્કશોપમાં અપાયેલી માહિતી અનુસાર વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ ભારતની વસ્તીના ૧૯% કિશોરો છે. જેમાં ગુજરાતની વસ્તીના ૨૦% કિશોરો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે- 5 મુજબ, 69% કિશોરીઓ પાંડુરોગ (એનિમિયા)થી પીડાય છે.

ગુજરાત સરકાર દ્વારા કિશોરોને સ્વાસ્થ્ય સુરક્ષા માટે તબીબી અને કાઉન્સેલિંગની સેવાઓ પૂરી પાડવા માટે પ્રાથમિક આરોગ્ય કેંન્દ્ર., સામૂહિક આરોગ્ય કેંદ્ર, સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિકટ હોસ્પિટલ ખાતે કિશોર મૈત્રીપૂર્ણ સ્વાસ્થ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ તમામ કિશોરોને તેમના સ્વાસ્થ્ય અને જાતીય સુખાકારીને લગતા પ્રશ્નોથી માહિતગાર અને જવાબદાર નિર્ણયો લઈ શકે તે માટે તેમને સક્ષમ બનાવવાનો છે. વર્કશોપમાં ગાંધીનગરના વિભાગીય નાયબ નિયામક ડૉ. સતીષ મકવાણા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના વિભાગીય નાયબ નિયામકશ્રી અને RBSK કાર્યક્રમના સ્પેશિયલ ઓફિસર ડૉ. બીના વડાલિયાએ તમામ લાભાર્થીઓ સાથે કિશોર સ્વાસ્થ કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રસંગે પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામક ડૉ. નયન જાનીએ કાર્યક્રમને વધુ કાર્યક્ષમ કરવા અમૂલ્ય સૂચનો આપ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articlePMJAY – મા યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયનો  પ્રારંભ
Next articleદૈનિક રાશિફળ (તા.૧૩-૦૭-૨૦૨૩)