(GNS),10
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ધોરાજી તાલુકાના પાટણવાવમાં મેઘો મુશળધાર વરસ્યો છે. અતિભારે વરસાદના કારણે ઓસમ ડુંગર પર અનેક પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. કેટલાક પ્રવાસીઓ ડ઼ુંગર પર આવેલા તપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં ડુંગરનો ધોધ પડતો હોવાથી દર્શનાર્થીઓ ફસાઈ ગયા હતા. ધોધ પડી રહ્યો હોવાના કારણે લોકોને નીચે આવવામાં મુશ્કેલી પડી રહી હતી. મહત્વનું છે કે પાટણવાવમાં 2 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે પ્રવાસીઓ ફસાઇ ગયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.