(GNS),08
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લીડ્ઝમાં રમાઈ રહેલી ત્રીજી એશિઝ ક્રિકેટ ટેસ્ટ મેચ રોમાંચક બની છે. બે દિવસની રમત બાદ બન્ને ટીમો બરાબરીની સ્થિતિમાં હોવાનું જણાય છે. બીજા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં ચાર વિકેટના નુકસાન સાથે 116 રન કર્યા છે અને સાથે જ 142 રનની લીડ મેળવી લીધી છે. ઓસી.ના ટોચના ચાર બેટ્સમેન વોર્નર, ખ્વાજા, લાબુશેન અને સ્મિથ પેવેલિયન પરત ફર્યા છે. અગાઉ ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ્સમાં 237માં ઓલ આઉટ થઈ ગયું હતું. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 264 રન નોંધાવ્યા હતા. બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ટ્રેવિસ હેડ 18 રને જ્યારે પ્રથમ ઈનિંગ્સમાં સદી ફટકારનાર મિચેલ માર્શ 17 રને રમતમાં છે. ઈંગ્લેન્ડે બીજા દિવસની રમત આગળના દિવસના ત્રણ વિકેટે 68 રનથી આગળ ધપાવી હતી.
ઓસી. કેપ્ટન અને પેસ બોલર પેટ કમિન્સના છ વિકેટના ઝંઝાવાત સામે ઈંગ્લેન્ડના બેટ્સમેન ફસડાઈ પડ્યા હતા અને સમગ્ર ટીમ 237માં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લિશ સુકાની બેન સ્ટોક્સે સર્વાધિક 80 રનની ઈનિંગ્સ રમી હતી. પ્રથમ દિવસે ટોસ જીતીન ઈંગ્લેન્ડે ફિલ્ડિંગ લીધી હતી. માર્ક વૂડની પાંચ વિકેટની મદદથી ઈંગ્લેન્ડ પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમને 263 સુધી મર્યાદિત રાખવામાં સફળ રહી હતી. પેટ કમિન્સના નેતૃત્વ હેઠળની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ 2001 પછી ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ એશિઝ શ્રેણી જીતવા આતુર છે. ઓસી. હાલમાં 2-0ની સરસાઈ ધરાવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.