(GNS),08
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શિમલાના પ્રવાસ માટે રવાના થયા છે. ત્યારે રસ્તામાં તે સોનીપતમાં પણ રોકાઈ ગયા હતા અને ત્યાં અચાનક ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોની વચ્ચે પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે ખેડૂતો અને મજૂરો સાથે વાતચીત કરી હતી અને તેમના સાથે પાક રોપવા પણ ખેતરમાં ઉતરી પાક વાવ્યો હતો. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી શિમલાના પ્રવાસે છે ત્યારે તે પહેલા તે ગઈકાલે સોનીપતમાં રોકાયા હતા અને ત્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોની મુલાકાત લીધી હતી અને ગામના ખેતરોમાં કામ કરતા ખેડૂતોની સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન તેઓ ખેડૂતો સાથે ડાંગરનું વાવેતર કરતા પણ જોવા મળ્યા હતા. શનિવારે સવારે રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે મદીના અને બરોજામાં ડાંગરનું વાવેતર કર્યું હતું. વાસ્તવમાં, ભારત જોડો યાત્રા પછી રાહુલ ગાંધીની છબીમાં ઘણો સુધારો થયો છે. સામાન્ય જનતા વચ્ચે પહોંચવાનો અને તેમની સાથે વાત કરવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ લોકોને પસંદ આવી રહ્યો છે. આવું જ કંઈક કર્ણાટક ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધી ડિલિવરી બોયથી માંડીને બસમાં મુસાફરી કરતી મહિલાઓ સુધીના ઘણા લોકોને મળ્યા હતા.
હવે સોનીપતમાં પણ તે ખેતરોમાં કામ કરતા ખેડૂતોની વચ્ચે પહોંચ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. બીજી તરફ, રાહુલ ગાંધીની શિમલા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી અને તેમની બે વર્ષની સજાને યથાવત રાખી હતી. આ પછી કોંગ્રેસે ઘણા રાજ્યોમાં પ્રદર્શન કર્યું, શિમલામાં રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ભાજપ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ પાર્ટી કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવાની વાત પણ સામે આવી હતી. તમને જણાવી દઈએ કે, માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર ED અને CBI દ્વારા વિપક્ષને નિશાન બનાવી રહી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાર્ટીના નેતાઓ દરેક પરિસ્થિતિમાં રાહુલ ગાંધીની સાથે ઉભા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.