Home મનોરંજન - Entertainment ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ટ્રેલરના એક સીનમાં આલિયા ચૂંટણી જાણીતું...

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ટ્રેલરના એક સીનમાં આલિયા ચૂંટણી જાણીતું સ્લોગન બોલી, કહ્યું ‘ખેલા હોબે’

22
0

(GNS),05

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી કરણ જોહર ડાયરેક્શનમાં કમબેક કરી રહ્યા છે. સાત વર્ષ બાદ કરણ જોહરના ડાયરેક્શનમાં તૈયાર થયેલી આ ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ કરીને આ ફિલ્મ માટેની ઉત્સુકતા વધારવા પ્રયાસ થયો છે. પહેલી નજરે આ ફિલ્મ કરણ જોહર સ્ટાઈલનો રોમેન્ટિક ડ્રામા લાગે છે. તેમાં આલિયા ભટ્ટે બંગાળી પરિવારની યુવતી અને રણવીર સિંહ પંજાબી પ્રેમીના રોલમાં જોવા મળશે. ટ્રેલરના એક સીનમાં આલિયા તેની તોફાની અદામાં એલાન કરી રહી છે, ‘ખેલા હોબે’. ૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આ સ્લોગન જાણીતું બન્યું હતું.

તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ ભાજપને પડકાર આપતાં આ સૂત્ર પોકાર્યું હતું. બંગાળના સ્થાનિક રાજકારણમાં જાણીતા બનેલા આ સૂત્રને કરણ જોહરે પોતાની ફિલ્મમાં સમાવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સાથે ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સહિતની કાસ્ટ જોવા મળે છે. ફિલ્મના ટ્રેલરમાં કરણ જોહર સ્ટાઈલના ભપકાદાર સેટ્સ, ઝાકઝમાળભર્યા લોકેશન્સ અને રોમેન્ટિક કોમેડી જોવા મળે છે. ફિલ્મના ટ્રેલરને જોતાં લાગે છે કે, રાની અને રોકીએ પોતાના પ્રેમને મંજૂરી આપવા માટે પરિવારને રીઝવવા પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે રાની (આલિયા)ના પરિવાર સાથે રહેવા માટે રોકી જાય છે અને રોકી (રણવીર સિંહ)ના પરિવાર સાથે રાની રહે છે. આલિયાએ રાની ચેટરજી અને રણવીરે રોકી રંધાવાનો રોલ કર્યો છે. ફેમિલી રોમાન્સ ધરાવતી આ ફિલ્મમાં રાજકીય સ્લોગન લાવીને કરણ જોહરે ચર્ચા જગાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field