Home વ્યાપાર જગત - BUSINESS IdeaForge IPO ની પ્રારંભિક જાહેર ઓફર ફાળવણી નક્કી કરવામાં આવી

IdeaForge IPO ની પ્રારંભિક જાહેર ઓફર ફાળવણી નક્કી કરવામાં આવી

24
0

(GNS),05

IdeaForge IPO ની પ્રારંભિક જાહેર ઓફર ફાળવણીની તારીખ આજે 5 જુલાઈ બુધવાર નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર 7 જુલાઈ શુક્રવારના રોજ સફળ બિડર્સના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. ડ્રોનનું મુંબઈ સ્થિત ઉત્પાદક આઈડિયાફોર્જનો આઈપીઓ(IPO) 30 જૂને રોકાણકારોની તમામ કેટેગરીમાં માંગ સાથે ઓફર પરના શેરના 106 ગણા કરતાં વધુ સબ્સ્ક્રિપ્શન સાથે સમાપ્ત થયો હતો. આઇડિયાફોર્જ આઇપીઓ લિસ્ટિંગની તારીખ 10મી જુલાઈ 2023 છે. જોકે, ગ્રે માર્કેટે આઇડિયાફોર્જ ટેક્નોલોજી શેર્સ પર તેનું હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા અનુસાર આઈડિયાફોર્જ ટેક્નોલોજી લિમિટેડના શેર મંગળવારે ગ્રે માર્કેટમાં ₹523ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા. બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું કે ideaForge IPO GMP (Gray market premium) મંગળવારે ₹523 હતું જે તેના ₹510ના સોમવારના GMP કરતાં ₹10 વધારે છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે 26મી જૂન 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યું ત્યારથી ડ્રોન નિર્માતા કંપનીના પબ્લિક ઈશ્યુ પર ગ્રે માર્કેટ ખૂબ જ સકારાત્મક રહ્યું છે. જો કે, સબ્સ્ક્રાઇબર્સ દ્વારા મજબૂત પ્રતિસાદ મળ્યા બાદ અને ભારતીય શેરો નિયમિત ધોરણે નવી ઊંચાઈએ પહોંચ્યા પછી ગ્રે માર્કેટ ઉપર સ્થિર રહ્યું છે. ₹500 પ્રીમિયમ એટલે કે ગ્રે માર્કેટ એ સંકેત આપી રહ્યું છે કે ideaForge IPO 10મી જૂન 2023ના રોજ સંભવિતપણે આઇડિયાફોર્જ IPO લિસ્ટિંગ તારીખે શેર દીઠ ₹1200 ની આસપાસ અથવા તેનાથી વધુ હશે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી આ રીતે તપાસો.. સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે અને ટીક કર્યા પછી હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. ત્યારપછી તમારો એપ્લિકેશન નંબર લખો. અને પાન નંબર દાખલ કરો ત્યારબાદ હવે Search પર ક્લિક કરો. અને હવે આખી વિગત તમને જોવા મળશે. રજીસ્ટ્રાર ની વેબસાઈટ ઉપર શેરની ફાળવણી તપાસવાની પ્રક્રિયા પણ જાણી લો.. રજિસ્ટ્રારના વેબ પોર્ટલની મુલાકાત લો અને IPO નું નામ ડ્રોપબોક્સમાં દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ તમારે ત્રણમાંથી એક મોડલ પસંદ કરવાનું રહેશે. 1. એપ્લિકેશન નંબર 2. ડીમેટ એકાઉન્ટ નંબર 3. PAN ID દાખલ કરી દીધા પછી એપ્લિકેશન પ્રકારમાં ASBA અને NON-ASBA પૈકી એક પસંદ કરો ત્યારબાદ કેપ્ચા દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. હવે તમે તમારી ફાળવણીની સ્થિતિ જોશો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field