(GNS),04
કોરોનાકાળના પટકાયેલા સ્તરેથી બેન્ચમાર્ક સેન્સેક્સ લગભગ ત્રણ ગણો વધ્યો છે. હાલ SENSEX 65,000ના આંકને વટાવી ગયો છે અને આ સફરમાં તેની કંપનીઓ મલ્ટિબેગર્સ બની છે. માર્ચ 2020 થી જ્યારે કોવિડ-19(Covid -19) રોગચાળાએ ભારતીય અર્થતંત્રને જાણે થંભાવી દીધું હતું. આ સમય બાદ હવે સેન્સેક્સમાં 150% નો વધારો થયો છે. મંગળવારે ઇન્ડેક્સ 65,500 પોઈન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ સમયગાળામાં 17 જેટલા ઘટકોએ ઈન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે તે ઈક્વિટીના ડેટા દર્શાવે છે. છેલ્લા 1 મહિનામાં સેન્સેક્સ 2,729.49 અંક અથવા 4.35% વધ્યો છે પણ આ સમયગાળામાં ઘણા શેર્સ એવા પણ રહ્યા છ જેણે 50%થી વધુ રિટર્ન આપ્યું છે.
Sensex માં 1 વર્ષમાં 12,289.03 અંક અથવા 23.08%નો વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાન આ મુખ્ય ઇન્ડેક્સ ખુબ સારું રિટર્ન આપી રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. Nifty ની વાત કરીએતો આ ઇન્ડેક્સએ આ સમયગાળા દરમિયાન 22.45% રિટર્ન આપ્યું છે. નિફટીમાં 3,555.00 પોઇન્ટની તેજી નોંધાઈ છે. આજે 4જુલાઈએ Sensex 65,586.60 ના ઉપલા સ્તરે સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો જયારે Nifty એ પણ 19,413.50 ની જીવનકાળની ઉપલી સપાટી નોંધાવી છે. ૧ જુલાઈ ૨૦૨૨એ Sensex 57570.25 પર અને Nifty 17,158.25 પરની સપાટીએ હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.