Home રમત-ગમત Sports ઝિમ્બાબ્વેને નવ વિકેટે હરાવીને શ્રીલંકાએ આઈસીસી વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું

ઝિમ્બાબ્વેને નવ વિકેટે હરાવીને શ્રીલંકાએ આઈસીસી વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું

16
0

(GNS),03

આઈસીસી વન-ડે વર્લ્ડ કપ ક્વોલિફાયરના સુપર સિક્સ રાઉન્ડમાં શ્રીલંકાએ રવિવારે ઝિમ્બાબ્વેને નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરનાર શ્રીલંકા પ્રથમ ટીમ બની છે. શ્રીલંકાએ ઝિમ્બાબ્વેનો 166 રનનો ટારગેટ એક વિકેટ ગુમાવીને 33.1 ઓવરમાં પાર કરી લીધો હતો. ઓપનર પાથુમ નિસંકાએ 102 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 101 રનની અણનમ ઈનિંગ રમી હતી અને શ્રીલંકાને જીત અપાવી હતી. ટોસ જીતીને શ્રીલંકાએ પ્રથમ બોલિંગ લીધી હતી. મહેશ થીકશાનાની ચાર વિકેટની મદદથી શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 32.2 ઓવરમાં 165 રનમાં ઓલ આઉટ કર્યું હતું.

ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સ 56 રન સાથે સર્વોચ્ચ સ્કોર નોંધાવનાર બેટ્સમેન હતો. દિલશાન મધુશંકાએ ત્રણ પથિરાનાએ બે તથા શનાકાએ એક વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના શાનદાર બોલિંગ આક્રમણ સામે ઝિમ્બાબ્વેના બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દીધા હતા. ઝિમ્બાબ્વેએ બે રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ નીયમિત અંતરે વિકેટ પડવાનો ક્રમ ચાલુ રહ્યો હતો અને 127 રન પર ઝિમ્બાબ્વેની અડધી ટીમ પેવેલિયન પરત પહોંચી ગઈ હતી. સિકંદર રઝાએ 31 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાએ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં આઠ અંક સાથે ટોચ પર સ્થિતિ મજબૂત કરી હતી અને હવે તેને એકમાત્ર મેચ રમવાની બાકી છે અને જો તેમાં પરાજય થાય છે તો પણ તે પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમમાં સ્થાન મેળવશે અને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.

વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં અગાઉ સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝન હરાવીને અપસેટ સર્જ્યો હતો. જેથી ઝિમ્બાબ્વેને બીજા સ્થાને રહીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે મંગળવારે સ્કોટલેન્ડ સામે ફરજિયાત જીતવું પડશે. જો ઝિમ્બાબ્વેનો સ્કોટલેન્ડ સામે પરાજય થાય છે તો ત્યારબાદ નેધરલેન્ડ અને સ્કોટલેન્ડના મુકાબલાને આધારે ક્વોલિફાયર ટીમનો નિર્ણય થશે. નેધરલેન્ડ સ્કોટલેન્ડને મોટા અંતરથી હરાવે છે તો ઝિમ્બાબ્વે નેટ રનરેટના આધારે ક્વોલિફાય થઈ શકશે. હાલમાં ઝિમ્બાબ્વેનો નેટ રન રેટ +0.030 છે જ્યારે સ્કોટલેન્ડ +0.188નો રન રેટ ધરાવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘ગોલમાલ’ એક્ટર હરીશ મેગનનું નિધન થયું
Next articleઉત્તરાખંડના જોશીમઠમાં વરસાદના કારણે ખેતરમાં 6 ફૂટ ઉંડો ખાડો પડતા લોકો ચિંતિત થયા