Home દુનિયા - WORLD અમેરિકા સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન : રિપબ્લિકન ઉમેદવાર નિક્કી...

અમેરિકા સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન : રિપબ્લિકન ઉમેદવાર નિક્કી હેલી

14
0

(GNS),03

2024માં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન ઉમેદવાર નિક્કી હેલી(Nikki Haley)એ ચીનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે ચીનના સૈન્ય નિર્માણને જોતા અમેરિકી સરકારને ચેતવણી આપી છે. ચીનની નૌકાદળ ક્ષમતાઓ અને લશ્કરી ટેક્નોલોજીમાં પ્રગતિને દ્વારા હેલીએ અમેરિકા માટે ગંભીર ખતરાનો મુદ્દો ઉઠાવ્યો હતો. નિક્કીએ કહ્યું કે જો તમે સૈન્ય સ્થિતિ પર નજર નાખો તો તેમની પાસે હવે વિશ્વની સૌથી મોટી નૌકાદળ છે. નિક્કી હેલીએ કહ્યું કે આજે ચીન પાસે 340 જહાજ છે, અમારી પાસે 293 જહાજ છે. તેમની પાસે બે વર્ષમાં 400 જહાજ હશે, અમારી પાસે બે દાયકામાં 350 પણ નહીં હોય. ઉપરાંત તેઓ હાયપરસોનિક મિસાઈલ વિકસાવી રહ્યા છે અને અમે હજુ પણ પ્રારંભિક તબક્કામાં છીએ. પૂર્વ રાજદૂતે દાવો કર્યો હતો કે સુરક્ષાના મામલામાં ચીન ઘણા મહત્વના ક્ષેત્રોમાં અમેરિકા કરતા આગળ છે. તેમણે કહ્યું કે ચીન પોતાની સેનાને આધુનિક બનાવી રહ્યું છે, અમારી સેના જેંડર પ્રોનાઉન ક્લાસ લઈ રહી છે. તે જ સમયે, ચીન સાયબર, AI, સ્પેસ પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આપણે આપણી સેનાને આધુનિક અને મજબૂત બનાવવાની જરૂર છે.

ખતરાની ઘંટડી વગાડતા સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂતે કહ્યું કે ચીન અમેરિકા સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. નિક્કી હેલીએ કહ્યું કે ચીન ઘણા દાયકાઓથી અમારી સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને આપણે જે રીતે તેની સાથે વ્યવહાર કરવો પડશે તે આવતીકાલ માટે છોડવો જોઈએ નહીં. કારણ કે જો આપણે આવતીકાલની રાહ જોતા રહીશું તો તે આજે આપણી સાથે લડાઈ કરશે. ગયા અઠવાડિયે તેણીએ ચીન નીતિનો ખુલાસો કરવા માટેના ભાષણ દરમિયાન, હેલીએ એશિયનને માત્ર “સ્પર્ધક” કરતાં વધુ ચીનને દુશ્મન ગણાવ્યો હતો. તેમણે ચીન સાથેના વેપાર સંબંધોને મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી ચીન સૌથી ખતરનાક વિદેશી ખતરો છે જેનો આપણે સામનો કર્યો છે. તે જ સમયે, ચીની દૂતાવાસના પ્રવક્તાએ નિક્કી હેલીના નિવેદનો પર પ્રતિક્રિયા આપી. પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું હતું કે યુએસ કંપનીઓને ચીન છોડવા માટે પ્રોત્સાહિત કરવું એ આર્થિક કાયદાની વિરુદ્ધ છે અને આખરે દરેકના હિતોને નુકસાન પહોંચાડે છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં આક્ષેપો કરીને ધ્યાન આકર્ષિત કરનારા જ ઈતિહાસની રાખમાં ખતમ થઈ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુક્રેનના રાષ્ટ્રપતિને રશિયા યુદ્ધમાં યુક્રેન તરફ અમેરિકાનો દ્વિપક્ષીય સમર્થન ગુમાવવાનો ડર
Next articleસગીરના મોત બાદ 6 દિવસ સુધીં સળગી રહ્યુ છે ફ્રાન્સ