(GNS),03
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી તેમના નિવેદનથી રાજકાણ ગરમાવ્યું છે. રાહુલ ગાંધીએ આ વખતે તેલંગાણાના મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. ચંદ્રશેખર રાવ (KCR) પર ટીપ્પણી કરતા તેમને BJPની બી-ટીમ કહી દીધી છે. ત્યારે કેસીઆરની પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બી-ટીમ ગણાવતા, રાહુલ ગાંધીએ કહ્યું કે જો બીઆરએસ તેનો ભાગ હશે તો કોંગ્રેસ વિપક્ષની કોઈપણ બેઠકમાં ભાગ લેશે નહીં. જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણામાં કોંગ્રેસ અને ભાજપની બી-ટીમ બીઆરએસ વચ્ચે લડાઈ છે. ત્યારે આ મામલે બીજી તરફ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પણ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે રાહુલ ગાંધી કર્ણાટકમાં ચૂંટણીમાં મળેલી સફળતા બાદ ખૂબ આગળ વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ તેલંગાણામાં આગામી ચૂંટણીમાં BRS કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસે BRS સાથે સમાધાન કરીને તેલંગાણામાં ચૂંટણી લડી. અમે BRS કે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ. રાહુલ ગાંધી અતિશયોક્તિ કરી રહ્યા છે અને બોલી રહ્યા છે, કારણ કે તેઓ કર્ણાટકમાં ચૂંટણી જીત્યા છે.
ખમ્મામમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ રાજ્યની સત્તાધારી પાર્ટીને કહ્યું કે જેમ અમે કર્ણાટકમાં ભાજપને હરાવ્યું તેમ અમે તેલંગાણામાં તેમની B ટીમ BRSને પણ હરાવીશું. તેમણે રાજ્યના શાસક પક્ષને ભાજપની બી-ટીમ અને બીઆરએસના નવા નામને ‘ભાજપનો સંબંધી પક્ષ’ ગણાવ્યો. તેલંગાણાના સીએમ પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેસીઆરનું ‘રિમોટ કંટ્રોલ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પાસે રિમોટ કંટ્રોલ છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે એક મીટિંગ દરમિયાન તેમણે અન્ય તમામ વિપક્ષી નેતાઓને સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ એ જૂથમાં સામેલ થશે નહીં જેમાં BRS હશે. તેમણે કહ્યું કે વિપક્ષની બેઠક દરમિયાન અમે સ્પષ્ટ કર્યું હતું કે જો TRS (હવે BRS) બેઠકનો ભાગ છે તો કોંગ્રેસ બેઠકમાં હાજરી આપશે નહીં. અમે ભાજપની બી ટીમ સાથે ક્યારેય સમાધાન કરી શકીએ નહીં. ગયા મહિને, બિહારના પટનામાં એક ડઝનથી વધુ વિપક્ષી દળોએ ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવા માટે બેઠક કરી હતી. બેંગલુરુમાં ટૂંક સમયમાં વિપક્ષી પાર્ટીઓની ફરી બેઠક થવાની છે. જ્યારે BRS અને કેટલાક અન્ય બિન-ભાજપ પક્ષો આ જૂથનો ભાગ નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.