(GNS),03
NIAએ PFI કનેક્શનને લઈને રવિવારે બિહારના વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે ત્યારે આ કામગીરીમાં એટીએસ પણ સામેલ છે. દેશમાં પ્રતિબંધિત સંગઠન PFI હજુ પણ બિહારના કેટલાક વિસ્તારોમાં સક્રિય છે અને પોતાના સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓને આ સંબંધમાં ઇનપુટ મળ્યા છે. જે બાદ અનેક વિસ્તારોમાં છાપામારી કરી છે. એજન્સીને મળતા ઈનપુટના આધારે NIA રવિવાર સવારથી બિહારના ફુલવારી શરીફ અને દરભંગામાં દરોડા પાડી રહી છે. એક સાથે તમામ જગ્યાઓ પર પડેલા આ દરોડામાં એજન્સીને અલગ-અલગ જગ્યાએથી ઘણા શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા છે. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા પટનાના ફુલવારી શરીફ અને દરભંગામાં થઈ રહ્યા છે. ત્યારે આ મામલે દરભંગામાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. હાલમાં જ NIA, ATS અને CBIની તપાસમાં બિહારમાં PFIની ગતિવિધિઓ સામે આવી હતી. મળતી માહિતી મુજબ, તપાસ એજન્સીઓને ફરીથી કેટલાક લીડ મળ્યા છે જેના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ NIAએ 6થી વધુ જગ્યાઓ પર એકસાથે સપાટો બોલાવ્યો છે. ત્યારે આ દરોડાની કાર્યવાહી થતા ફફડાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહીમાં NIAની સાથે સાથે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) પણ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દરભંગાના બેહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેથી વધુ જગ્યાએ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનઆઈએના સૂત્રો પાસેથી મળેલા ઈનપુટ મુજબ આ સંગઠન વિરુદ્ધ કાર્યવાહી માટે ઘણા દિવસોથી ઈનપુટ એકત્ર કરવામાં આવી રહ્યા હતા. બીજી તરફ સચોટ માહિતી મળતાં રવિવારે સવારે એટીએસના સહયોગથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તમામ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેના કારણે શકમંદોને ભાગી છૂટવાનો પણ મોકો નહી મળે. જણાવી દઈએ કે મે મહિનામાં પણ NIAએ બિહારના કટિહારમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પણ NIA ટીમને PFI વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા હતા. ત્રણ કલાક સુધી ચાલેલા આ ઓપરેશન બાદ દેશના અન્ય ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ક્રમમાં ફરી એકવાર NIA અને ATSની ટીમ બિહાર પહોંચી છે. જો NIAના સૂત્રોનું માનીએ તો ટીમે દરભંગાના ચોટકી બજારમાં દરોડા દરમિયાન એક યુવકની પણ ધરપકડ કરી છે. આ યુવક પટનામાં રહીને અભ્યાસ કરતો હતો, પરંતુ PFI માટે સક્રિય રીતે કામ કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલો યુવક મધ્યસ્થી છે. જો કે હજુ સુધી NIA દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.