(GNS),29
ભારતીય (indian) અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિશ્વના ટોચના અમીરોની યાદીમાં ફરી સ્થાન મળ્યું છે. ગૌતમ અદાણીની સંપતિમાં થયેલા વધારાને પગલે તેમણે ચાર સ્થાનો વટાવી દીધા છે. આ સાથે જ ગૌતમ અદાણીએ દુનિયાના ટોપ-20 અમીરોની યાદીમાં ફરી એન્ટ્રી કરી લીધી છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા કેટલાક કલાકોમાં જ 2.17 અબજ ડોલર એટલે કે લગભગ 17 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. નોંધનીય છેકે ગૌતમ અદાણીની સંપતિમાં હિંડનબર્ગના રિપોર્ટ બાદ નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો હતો. 24 જાન્યુઆરી 2023 બાદ ગૌતમ અદાણીની સંપતિમાં થયેલા ઘટાડા પછી ફરી એકવાર તેમની સંપતિમાં અધધ વધારો નોંધાયો છે. આ બાદ અનુભવી રોકાણકાર GQG પાર્ટનર્સના CEO રાજીવ જૈન દ્વારા ગૌતમ અદાણીની કંપનીને સમર્થન મળ્યું હતું. જેનો લાભ આખરે ગૌતમ અદાણીને થતો જોવા મળી રહ્યો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપતિમાં $ 2.17 બિલિયનનો વધારો નોંધાયો છે. જેથી ગૌતમ અદાણીની સંપતિ આ સાથે $ 61.4 બિલિયન પર પહોંચી ગઇ છે. આ આંકડા સાથે તેઓ ટોપ-20 અબજોપતિની યાદીમાં 19માં સ્થાને પહોંચી ગયા છે. નોંધનીય છેકે આ વર્ષે અદાણીની પ્રોપર્ટીમાં વર્ષની શરૂઆતથી જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. તે આ વર્ષે અત્યાર સુધી સંપત્તિ ગુમાવવામાં મોખરે છે અને તેની નેટવર્થમાં $59.1 બિલિયનનો ઘટાડો થયો છે. અનુભવી રોકાણકાર અને GAQG પાર્ટનર્સના CEO, રાજીવ જૈને હિંડનબર્ગ રિપોર્ટ બાદ ફસાયેલા અદાણી ગ્રુપને ટેકો આપવા માટે જૂથની ચાર કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હતું. જે બાદ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર જોવા મળી હતી, અને આ તમામ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. રાજીવ જૈને આ વર્ષમાં અત્યાર સુધીમાં બે વાર અદાણીના શેરમાં રોકાણ કર્યું છે અને તેમનો વિશ્વાસ હજુ પણ અકબંધ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.