(GNS),29
કટ્ટરપંથી ઈસ્લામિક વિચારધારામાં માનનારા પાકિસ્તાનમાં ફરી એક હિંદુ ભોગ બન્યો છે. પાકિસ્તાનમાં એક હિન્દુ નેતાના ઘરને તોડી પાડવામાં આવ્યું છે. આ નેતાના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું છે. આ હિન્દુ નેતાએ સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર વિશ્વને પોતાની સાથે વિતેલી ઘટનાની માહિતી આપી હતી. એ રાજનેતાનું નામ લાલચંદ્ર માલ્હી છે. નોંધનીય છે કે આ હિંદુ નેતા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સાંસદ રહી ચૂક્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી છે. હાલના દિવસોમાં પાકિસ્તાનમાં પાક સેના અને પોલીસ વિભાગ દ્વારા ઈમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને, આ જ ઘટનાના ભાગરૂપે કહેવામાં આવી રહ્યું છે કે ઉમરકોટમાં હિન્દુ નેતા લાલ ચંદ્ર માલ્હીના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓની હાજરીમાં બુલડોઝરની મદદથી હિંદુ નેતાના ઘરને નેસ્તાનાબુદ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ટ્વિટ કરી વાંધો નોંધાવ્યો છે. ઇમરાન ખાને પોતાની પાર્ટીના એક હિન્દુ નેતાના ઘરને તોડી પાડવા મામલે લાલ આંખ કરી છે. ઉમરકોટમાં લાલ ચંદ્ર માલ્હીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવતા વીડિયોને રીટ્વીટ કરતા ઇમરાને લખ્યું, “હું પીપીપી સરકાર દ્વારા ઉમરકોટમાં લાલ માલ્હીના પૈતૃક ઘરને ધ્વસ્ત કરવાની સખત નિંદા કરું છું.” ઈમરાને જણાવ્યું કે લાલ માલ્હી તહરીક-એ-ઈન્સાફની લઘુમતી વિંગના પ્રમુખ છે. અન્ય એક ટ્વીટમાં ઈમરાને લખ્યું કે, “આ પ્રક્રિયાએ માત્ર આપણા લોકતંત્રને જ નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ રાજ્ય અને નાગરિક સમાધાનને પણ નુકસાન પહોંચાડ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.