(GNS),25
હોંગકોંગ એરપોર્ટ પર એક ફ્લાઈટ અચાનક ટેકનિકલ સમસ્યાના કારણે રદ કરવામાં આવી હતી. આ મામલો કેથે પેસિફિક ફ્લાઈટ cx880નો જણાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, ફ્લાઇટનું ટાયર ટેકઓફ પહેલા ફાટી ગયું હતું, ત્યારબાદ તેને ટેકઓફ કરતા અટકાવી દેવામાં આવી હતી. ઘટના સમયે ફ્લાઇટમાં 293 મુસાફરો અને 17 ક્રૂ મેમ્બર હાજર હતા. આ દરમિયાન 11 લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ફ્લાઈટ હોંગકોંગથી લોસ એન્જલસ જઈ રહી હતી. ફ્લાઈટ ટેક ઓફ કરવાની હતી ત્યારે તેનું ટાયર ફાટ્યું અને ફ્લાઈટને પાછી લાવવામાં આવી. આ પછી તમામ મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન 11 મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ 11 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેથે એરલાઈને આ મામલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ફ્લાઈટ નંબર CX880 શનિવારે સવારે હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ થવા જઈ રહી હતી, ત્યારે તેમાં કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી,જેના પછી તેને રોકી દેવામાં આવી હતી. એરલાઈન્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ક્રૂ મેમ્બર્સને ટેક્નિકલ સમસ્યાની જાણ થતાં જ તેમણે તરત જ ફ્લાઈટનું ટેક-ઓફ અટકાવી દીધું. કેથેના જણાવ્યા અનુસાર, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ આમાંથી 11 મુસાફરો ઈમરજન્સી ગેટમાંથી બહાર નીકળતી વખતે ઘાયલ થયા હતા. આ પછી, આ 11 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 9ને રજા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ફ્લાઈટનું ટાયર ખૂબ જ ગરમ થઈ ગયું હતું, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. ફ્લાઈટનું ટાયર ફાટતાની સાથે જ ઈમરજન્સી ગેટ મુસાફરો માટે ખોલી દેવામાં આવ્યો હતો. એરલાઈન્સે મુસાફરોને પડેલી અસુવિધા માટે માફી માંગી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.